ગજબનું ગામ! અહીં ઝેરોક્ષ કોપી જેવા જન્મે છે બાળકો, સોનું લેશન ના કરે તો મોનુંને પડે છે માર
Twins Village: હવે દુનિયાની વાત કરીએ તો સર્વે મુજબ દર ૧૦૦૦ બાળકોએ ૪ બાળકો જુડવા જન્મે છે. જ્યારે આ ગામમા દર ૧૦૦૦ બાળકોએ ૪૫ બાળકો જન્મે છે જુડવા. અહી મહત્વની વાત તો એ છે કે આ સંખ્યા સમગ્ર દુનિયાના બીજા નંબરની છે પરંતુ આ ગામ સમગ્ર એશિયામા પહેલા નંબર પર આવે છે.
Trending Photos
kerala kodinhi village: ભારતનો આત્મા ગામડાઓમાં વસેલો છે. ભારતના દરેક ગામ કોઈ ને કોઈ બાબતે ફેમસ છે. કોઈ ગામ તેની ફેસેલીટી માટે તો કોઈ તેની ખૂબીના કારણે ..પણ આજે તમને એક એવા ગામની મુલાકાત કરાવીશ કે જે ગામ ફેમસ છે જુડવા બાળકોને લઈને...
ભારતનું આ ગામ એવું છે કે જ્યા અંદાજીત 550 થી પણ વધારે બાળકો જુડવા છે. મોટી સંખ્યામા જુડવા બાળકો હોવાના લીધે આ ગામને ‘જુડવા બાળકોનુ ગામ’ પણ કહેવામા આવે છે. અહી નવાઈની વાત તો એ છે કે અહી નવજાત બાળકોથી લઈને ૬૫ વર્ષના વૃધ્ધોનો પણ સમાવેશ થાય છે. આ ગામની બીજી કેટલી રસપ્રદ વાતો પણ છે કેમ આ ગામમા છેલ્લા ઘણા વર્ષોથી જુડવા બાળકો જ જન્મે છે?
આ પણ વાંચો: શું સંસ્કાર છે! ભારતનું એવું ગામ જ્યાં દરેક લોકો બોલે છે સંસ્કૃત, તમે નવાઈ ના પામતા
આ પણ વાંચો: આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ
આ પણ વાંચો: Shocking: સરકારી યોજનાનો લાભ લેવા ભાઇએ બહેન સાથે કર્યા લગ્ન, જાણો શું છે મામલો
જુડવાની બાળકોની સંખ્યામા સમગ્ર એશિયામા પહેલા નંબરે છે આ ગામ
આ ગામ ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લામા આવેલુ છે. આ ગામનુ નામ છે કોડિન્હી ગામ. હવે દુનિયાની વાત કરીએ તો સર્વે મુજબ દર ૧૦૦૦ બાળકોએ ૪ બાળકો જુડવા જન્મે છે. જ્યારે આ ગામમા દર ૧૦૦૦ બાળકોએ ૪૫ બાળકો જન્મે છે જુડવા. અહી મહત્વની વાત તો એ છે કે આ સંખ્યા સમગ્ર દુનિયાના બીજા નંબરની છે પરંતુ આ ગામ સમગ્ર એશિયામા પહેલા નંબર પર આવે છે.
આ પણ વાંચો: SBI Recruitment 2023: SBI માં નોકરીની જોરદાર તક, રૂ. 40 લાખ સુધીનો મળશે પગાર
આ પણ વાંચો: નહીં જોઇ હોય આવી પાઠશાળા, અહીં ગુલાબી સાડી અને ખભે દફતર લટકાવી શાળાએ જાય છે દાદીઓ
આ પણ વાંચો: Shocking: સરકારી યોજનાનો લાભ લેવા ભાઇએ બહેન સાથે કર્યા લગ્ન, જાણો શું છે મામલો
છેલ્લા ૧૨ વર્ષોથી જુડવા બાળકોના જન્મનું પ્રમાણ ખુબ વધ્યું છે. વર્ષ ૨૦૦૮માં આ ગામમાં ૩૦૦ બાળકો પર ૧૫ જુડવા બાળકો જન્મ્યા હતા. આ આંકડો વર્ષમાં જન્મેલા જુડવા બાળકોમાં સૌથી મોટો છે. અહી નવાઈની વાત તો એ છે કે આ ગામમાં શાળા હોય, માર્કેટ હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય દરેક જગ્યાએ જુડવા બાળકો જ નજરે જોવા મળે છે. છેલ્લા ૧૨ વર્ષોમા આ સંખ્યામા ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે.
છેલ્લા ૭૦ વર્ષોથી જન્મે છે જુડવા બાળકો
આ ગામના લોકોનું માનવું છે કે આ ગામમા જુડવા બાળકોના જન્મ થવાની શરુઆત લગભગ ૭૦ વર્ષ પહેલા શરુ થઈ હતી. આ ગામમા સૌથી ઉંમરલાયક જુડવા અબ્દુલ હમીદ અને તેમની જુડવા બહેન કુન્હી કદિયા છે. આ ગ્રામજનોનું માનવું છે કે આ પછી જ ગામમા જુડવા બાળકોના જન્મ થવાનું શરુ થયું હતું. ગ્રામજનોનું માનવું એવું પણ છે કે પહેલા ગામમા આટલી સંખ્યામા જુડવા બાળકોનો જન્મ થતો ન હતો. છેલ્લા ૧૨ વર્ષોથી જુડવા બાળકોના જન્મના પ્રમાણમા ખુબ ઝડપથી વધારો થયો છે.
જુડવા બાળકો જન્મવાનુ કારણે શું છે?
આ ગામમા આટલા જુડવા બાળકોના જન્મનુ કારણ હજુ સુધી ડોક્ટરો પણ સમજી શક્યા નથી. ડોક્ટરોએ પહેલા એવો તર્ક લગાવ્યો હતો કે ગ્રામજનોની ખાણી-પીણી અલગ હોવાને કારણે આ ગામમા જુડવા બાળકો જન્મી રહ્યા છે. જો કે બાદમા આ તથ્યને તેમણે નકારી દીધી હતી કારણ કે ગામના લોકોની ખાણી-પીણી બાકીના ગામ લોકો જેવી જ હતી અને તેમા કંઈ જ અલગ ન હતુ. પરંતુ હજુ સુધી ડોક્ટરો જુડવા બાળકો જન્મવાનું કારણ શોધી શક્યા નથી.....તો છે ને ગજબનું ગામ ...
આ પણ વાંચો: ના છોકરી બની શક્યો ના છોકરો, પત્ની સંબંધોથી ખુશ પણ કોખ નહીં ભરાય
આ પણ વાંચો: પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર હતું,ડોક્ટરોએ હાથ પર નવું પેનિસ ઉગાડી ટ્રાન્સપ્લાન્ટ કર્યું
આ પણ વાંચો: Warning Signs: આ સંકેતો દેખાડે છે કે તમારી કિડની ખતરામાં છે, સમયસર થઈ જજો સાવધાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે