નવી દિલ્લીઃ શિયાળામાં ઠંડી લાગવી સામાન્ય વાત છે, પરંતુ ઘણા લોકોને આ ઋતુમાં ઠંડી ખૂબ જ લાગે છે. નિષ્ણાતોના મતે કોઈને ઠંડી વધુ લાગવી અને કોઈને ઓછી લાગવી તેના પાછળ પણ વૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે. સુસવાટા મારતા પવન, હાડ થીવતી ઠંડી અને ધ્રુજારી મારતું શરીર હોય એટલે સમજી લેવું શિયાળો બરાબરની જમાવટ કરી છે. કાતિલ ઠંડીમાં કેટલીક વખતે લોકોની જીવ જવાની પણ ઘટના બનતી હોય છે. ત્યારે આજે જાણીશું કે આખરે આપણને આટલી બધી ઠંડી લાગે છે કેમ. ઠંડી લાગવા પાછળનું કારણ શું છે અને શરીરી ઠંડી સામે કેવી રીતે રક્ષણ મેળવે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! જલદી જાવ, ફોટોગ્રાફર તમને પણ બનાવી દેશે રાજા-રોણી!

શિયાળાનું નામ લેતા શરીરમાં ઠંડી ચડવા લાગે છે. કોઈને ઓછી લાગે છે તો કોઈક તો ઠંડીના લીધે ધ્રુજવા માંડે છે. ક્યારેક તો ઠંડીને કારણે આંગળીઓ સુન્ન થઈ જાય છે. નિષ્ણાતોના મતે તમને ઠંડી વધુ લાગે છે કે ઓછી તેના માટે તમારા આહાર, જીવનશૈલી અને શરીરની આંતરિક ક્ષમતા કારણ ભૂત હોય છે.


ઠંડીને ચામડી સાથે છે સીધો સંબંધ-
ઠંડી સૌ પ્રથમ ત્વચા(Skin)પર અનુભવાય છે. જેના કારણે રડવું આવે છે અને ક્યારેક આંગળીઓ પણ સુન્ન થઈ જાય છે. જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે, ત્યારે શરીરનું પ્રથમ રક્ષણાત્મક વર્તુળ એટલે કે ત્વચા તેને અનુભવે છે. ત્વચાની નીચે હાજર થર્મો-રિસેપ્ટર ચેતા તરંગો(Thermo-receptors Nerves)ના સ્વરૂપમાં મગજને સંદેશો મોકલે છે. જેના કારણે વ્યક્તિ ઠંડી અનુભવે છે. ઠંડીનું સ્તર અને તીવ્રતા  અલગ અલગ લોકો માટે જુદી હોય શકે છે. ત્વચામાંથી નીકળતા તરંગો મગજના હાયપોથેલેમસ સુધી પહોંચે છે. હાયપોથેલેમસ(Hypothalamus)શરીરના આંતરિક તાપમાન અને પર્યાવરણને સંતુલિત કરે છે. સંતુલિત થવાની પ્રક્રિયામાં વાળ ઉભા થાય છે અને સ્નાયુઓ સંકોચવા લાગે છે.

આ પણ વાંચોઃ  Dating Tips: ખાલી આટલું કરશો તો ગર્લફ્રેન્ડ થઈ જશે ગદગદિત! તમને ચોંટી પડશે તમારી ચકુડી!

વધારે ઠંડીમાં થીજી જાય છે શરીર-
ઠંડીનો પારો ખુબ જ વધી જાય ત્યારે શરીર થીજવા લાગે છે. જેને હાયપોથેલેમસ કહેવામાં આવે છે. હાયપોથેલેમસ શરીરના નર્વસ સિસ્ટમને સંદેશા મોકલે છે કારણ કે આપણું શરીર તાપમાનમાં ઘટાડો સહન કરી શકતું નથી. નિષ્ણાતોના મતે જો તાપમાન ખૂબ નીચું જાય છે તો શરીરના ઘણા ભાગો કામ કરવાનું બંધ કરી દે છે. વધારે પડતી ઠંડીથી મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. હાયપોથર્મિયાની સ્થિતિ મૃત્યુ તરફ પણ દોરી શકે છે. તમારી ત્વચાને ઠંડી લાગે છે પરંતુ મગજ શરીરની અંદરના તાપમાનને ઘટતું અટકાવે છે. મગજ આખા શરીરને ચેતવણી આપે છે કે તાપમાન ઘટી રહ્યું છે તમારે તાપમાનને સંતુલિત કરવું પડશે. આવી સ્થિતિમાં તમામ અંગો સ્નાયુઓ તેમની કામ કરવાની ગતિ ધીમી કરી દે છે.

આ પણ વાંચોઃ  લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!

કેમ અચાનક ધ્રુજવા લાગે છે શરીર-
ઠંડીમાં ધીમા કામ કરતા અંગો વધુ મેટાબોલિક ગરમી(Metabolic Heat)ઉત્પન્ન કરે છે. જેના કારણે શરીરમાં અચાનક ધ્રુજારી આવે છે. ધ્રુજારીનો અર્થ એ છે કે તમારું શરીર અંદરના તાપમાનને બહારના તાપમાન સાથે સંતુલિત કરી રહ્યું છે. જ્યારે આપણે વારંવાર ઠંડા તાપમાનનો સામનો કરીએ છીએ, ત્યારે આપણું શરીર તરત જ તે મુજબ સંતુલિત થવાનું શરૂ કરે છે. અભ્યાસ મુજબ લિંગ, ઉંમર અને જીન્સ પણ તેના પર નિર્ભર કરે છે કે વ્યક્તિને કેટલી ઠંડી લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ જાણકારી સામાન્ય માન્યતાઓ અને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત જાણકારી પર આધારિત છે. તેથી કોઈપણ નુસખાને અપનાવતા પહેલાં નિષ્ણાતની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક આ અંગેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચોઃ  સાવ સમ ખાવા પુરતી બિકીની પહેરીને દિશા દરિયામાંથી બહાર આવી! આ હીરોથી ના રહેવાયું અને...!

આ પણ વાંચોઃ  કામણગારા શરીરના ઉતાર-ચઢાવ જોવામાં ગરમ થઈ જાય છે લેપટોપ! હેંગ મારી જાય છે મોબાઈલ! નેટની વાગી જાય છે બેન્ડ!

આ પણ વાંચોઃ  'ભાભીજી ઘર પર હૈં' ની બ્યુટીફૂલ મેમને ચડ્યો બોલ્ડનેસનો તાવ, વિભૂતિ અને તિવારી પણ ફોટો જોઈને ચોંકી ઉઠ્યા

આ પણ વાંચોઃ  Pushpa નો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube