લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! જલદી જાવ, ફોટોગ્રાફર તમને પણ બનાવી દેશે રાજા-રોણી!

PRE WEDDING PHOTOSHOOT: લગ્નની વાત આવે ત્યારે સૌ કોઈ ઉત્સાહમાં હોય છે. શું પહેરવું કેવો શણગાર કરવો સૌ કોઈ તેની તૈયારીમાં લાગી જતું હોય છે. એવામાં હવે લગ્ન પહેલાં પ્રિ-વેડિંગ ફોટોશૂટનો ટ્રેંડ પણ ખુબ વધી રહ્યો છે. ત્યારે તમારે સારા લોકેશન પર ફોટોશૂટ માટે મોં માંગ્યા પૈસા આપવા પડે છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એવા શાનદાર લોકેશન જ્યાં રૂપિયા ખર્ચ્યા વિના તમે બની જશો રાજા-રૌણી!

લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! જલદી જાવ, ફોટોગ્રાફર તમને પણ બનાવી દેશે રાજા-રોણી!

ઝી બ્યૂરો, અમદાવાદઃ લગ્નની વાત આવે ત્યારે સૌ કોઈ ઉત્સાહમાં હોય છે. શું પહેરવું કેવો શણગાર કરવો સૌ કોઈ તેની તૈયારીમાં લાગી જતું હોય છે. એવામાં હવે લગ્ન પહેલાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ (PRE WEDDING PHOTOSHOOT) નો ટ્રેંડ પણ ખુબ વધી રહ્યો છે. ત્યારે તમારે સારા લોકેશન પર ફોટોશૂટ માટે મોં માંગ્યા પૈસા આપવા પડે છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એવા શાનદાર લોકેશન જ્યાં રૂપિયા ખર્ચ્યા વિના તમે બની જશો રાજા-રૌણી!

લગ્ન એક જ શબ્દ લાગણીઓની ભરમાર સાથે જોડાયેલો છે. લગ્ન એ જીવનભરનો યાદગાર પ્રસંગ છે, બાળપણમાં જોવાયેલા સપનાઓનું વાસ્તવિકતામાં રૂપાંતર છે, ખાસ કરીને યુવતીઓ માટે આ પ્રસંગ પરીકથાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા સમાન છે. લગ્નપ્રસંગની યાદોને આજથી નહીં પરંતુ દાયકાઓથી તસ્વીરોમાં કંડારાય છે. સમય બદલાયો તેમ તેની રીતો બદલાઈ, છેલ્લા 5 વર્ષમાં પ્રિ વેડિંગ ફોટોશૂટના ક્રેઝમાં જબરદસ્ત વધારો થયો છે, ત્યારે જો તમારા લગ્ન નજીક છે અને પ્રિ વેડિંગ ફોટોશૂટનું પ્લાન કરી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે કામની છે, અહીં ગુજરાતના 7 સ્થળોની જાણકારી છે જે પ્રિ વેડિંગ ફોટોશૂટ માટેના બેસ્ટ ઓપ્શન છે.

No description available.

1. એલિસબ્રિજ, અમદાવાદ -
અમદાવાદની જ્યારે ઓળખની વાત આવે ત્યારે એલિસબ્રિજ નજર સામે આવી જાય... અંગ્રેજો સમયે તૈયાર કરેલો આ બ્રિજ શહેરની ઐતિહાસિક ઓળખ છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતો એલિસબ્રિજ પણ પ્રિ વેડિંગ ફોટોશૂટના લોકેશન માટેનો બેસ્ટ વિકલ્પ છે. સાબરમતી નદીના પશ્ચિમ કિનારે સ્થિત, એલિસ બ્રિજ લગ્ન પહેલાની તસવીરોમાં ઐતિહાસિક સ્પર્શ ઉમેરે છે. કેટલાક લોકપ્રિય રોમેન્ટિક મૂવી દ્રશ્યો પુલ પર શૂટ કરવામાં આવ્યા છે અને એલિસ બ્રિજ તમારા લગ્ન પહેલાનું મૂવી સ્થાન છે. સાબરમતી નદીના પશ્ચિમ કિનારે સ્થિત એલિસબ્રિજ લગ્ન પહેલાની તસવીરોમાં ઐતિહાસિક સ્પર્શ ઉમેરે છે. અનેક રોમેન્ટિક ફિલ્મોનું શુટિંગ એલિસબ્રિજ પર પર શૂટ કરવામાં આવ્યું છે. પ્રિ વેડિંગ વીડિયો શૂટ માટે પણ એલિસબ્રિજ શ્રેષ્ઠ છે.

No description available.

2. અડાલજની વાવ, ગાંધીનગર -
પ્રિ વેડિંગ ફોટોશૂટ માટે અડાલજની વાવ લોકોની ખાસ પસંદ હોય છે અને તેનું કારણ છે તેનુ ઐતિહાસિક બાંધકામ.. અમદાવાદની નજીક અડાલજ ગામમાં અડાલજની વાવ આવેલી છે. વાઘેલા વંશ દ્વારા બાંધવામાં આવેલ અડાલજની સ્ટેપવલનું કોતરણી કામ તમને જૂના રાજાઓના સમયમાં લઈ જાય છે.

No description available.

3. નળસરોવર તળાવ, અમદાવાદ -
નળસરોવરનો અલભ્ય નજારો તમારા પ્રિ વેડિંગ ફોટોશૂટને યાદગાર બનાવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે.  તમારા માથા ઉપર ચમકતો તેજસ્વી સૂર્ય, તમારા પગ નીચેથી વહેતું ચમકતું પાણી, તમારા ચહેરાને સ્પર્શ કરતો શાંત પવન અને પ્રેમના ગીતો ગાતા પક્ષીઓ આ બધી બાબતોના કારણે તમારો અનુભવ અવિસ્મરણીય બની જાય છે. જો તળાવની મધ્યમાં હાથમાં હાથ પરોવીને ફોટોશૂટ કરવામાં આવે જે રોમાન્સમાં વધારો કરે છે.

No description available.

4. થોળ લેક, ગાંધીનગર -
ગુલાબી ફ્લેમિંગો, અસ્ત થતા સૂર્યનો કેસરી રંગ, છીછરા જળાશયના લહેરાતા પાણી, શાંત પવનની લહેર અહીં બધું છે. થોળ તળાવને ગુજરાતના પ્રિ વેડિંગ ફોટોશૂટ માટેનું વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે. સ્થળોમાંનું એક બનાવે છે. રોમેન્ટિક ફોટા પાડવા માટે કે ફોટોશૂટ માટે થોળ લેક રમણીય જગ્યા છે. જાત-જાતના પક્ષીઓના કારણે થોળની સુંદરતા ખીલી ઉઠે છે. પરંપરાગત વસ્ત્રો સાથે ફોટોશૂટ જીવનભરના સંભારણા બની જશે.

No description available.

5. પુનિત વન, ગાંધીનગર -
ગાંધીનગરમાં પુનિત વન પણ પ્રિ વેડિંગ ફોટોશૂટ માટે સરસ વિકલ્પ છે. પુનિત વનમાં જંગલ અને તળાવ કાંઠાનો નજારો અને પક્ષીઓનો કલરવ તમારા ફોટોશૂટના અનુભવને બેસ્ટ બનાવે છે.

No description available.

6. કચ્છનું સફેદ રણ -
પ્રિ વેડિંગ શૂટ માટે સૌથી પહેલા કોઈ સ્થળનો વિચાર આવે તો તે છે કચ્છનું સફેદ રણ...સફેદ પણને ગુજરાતનું સ્વર્ગ પણ કહી શકીએ છીએ. પ્રિ વેડિંગ શૂટ માટેનું કચ્છ બેસ્ટ લોકેશન છે.શાંત સફેદ રેતી અને સુંદર પૃષ્ઠભૂમિ તમારા પ્રિ વેડિંગ ફોટોશૂટને કેનવાસ પ્રદાન કરે છે. કચ્છનું રણ સર્જનાત્મકતાની ભૂમિ છે અને તે ભરપૂર માત્રામાં કુદરતી સૌંદર્ય પ્રદાન કરે છે, સફેદ રણમાં ફોટોશૂટ માટે ઊંટની સવારી અને કેટલીક વસ્તુઓ પ્રોપ્સ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

No description available.

7. પોલો ફોરેસ્ટ, સાબરકાંઠા -
જે લોકો પોતાના પ્રિ વેડિંગ ફોટોશૂટને એડવેન્ચેરસ બનાવવા માગે છે તેમના માટે પોલો ફોરેસ્ટ બેસ્ટ પ્લેસ છે. પોલો ફોરેસ્ટમાં ફોટોશૂટ દરમિયાન ચમકીલા અને રંગબેરંગી કપડા સાથે ફોટોશૂટ કરાવો તો તે બેસ્ટ રહે છે.

No description available.

8. ચાંપાનેર, પંચમહાલ -
ઓસ્કાર-નોમિનેટેડ આમિર ખાન સ્ટારર ફિલ્મ લગાન તો તમને યાદ હશે, આ બ્લોકબસ્ટર હિટ ફિલ્મનું કેટલાક શૂટિંગ ચાંપાનેરમાં થયું હતું. ચાંપાનેરમાં કુદરતી સૌદર્યનો ખજાનો રહ્યો છે.  જો તમે તમારા પ્રિ વેડિંગ ફોટોશૂટને જીવનભરનું સંભારણું બનાવવા માગો છો તો ચાંપાનેર બેસ્ટ ઓપ્શન છે. ચાંપાનેરમાં ધાર્મિક સ્થળોની સાથે અમીર મંઝીલ, વડા તળાવ અને ચાંપાનેર કિલ્લો જેવા ઐતિહાસિક પ્રવાસન સ્થળો પણ છે, આ સ્થળો પર પ્રિ વેડિંગ ફોટોશૂટ ક્લાસિક ફિલિંગ આપે છે. ઐતિહાસિક સ્થળો, કુદરતનું સૌંદર્ય આ સ્થળને પ્રિ વેડિંગ ફોટોશૂટ માટે શ્રેષ્ઠ બનાવે છે.

(નોંધ- આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલાં ફોટોશૂટના ફોટા માત્ર પ્રતિકાત્મક છે, જેને સોશ્યિલ મીડિયામાંથી લેવામાં આવ્યાં છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news