કોઈપણ જાતના મિશ્રણ વગર કુદરત કેવી રીતે ફૂલોમાં ભરે છે રંગ? પાંદડા લીલા કેમ હોય છે? જાણો રોચક વાતો
સામાન્ય રીતે ફૂલના મોટા ભાગના છોડના પાંદડા લીલા હોય છે. કેટલાકના લાલ અને પાનખરમાં પીળા રંગના પાંદડા હોય છે. પરંતુ ફૂલ અલગ અલગ રંગના હોય છે. તેની પાછળ પણ ખાસ કારણ હોય છે.
નરેશ ધારાણી, અમદાવાદઃ સામાન્ય રીતે ફૂલના મોટા ભાગના છોડના પાંદડા લીલા હોય છે. કેટલાકના લાલ અને પાનખરમાં પીળા રંગના પાંદડા હોય છે. પરંતુ ફૂલ અલગ અલગ રંગના હોય છે. તેની પાછળ પણ ખાસ કારણ હોય છે. પ્રકૃતિમાં ઋતુ મુજબ વિવિધ પ્રકારના ફૂલ ખીલતા હોય છે. દરેક ફૂલની પોતાની આગવી ઓળખ હોય છે. કોઈ ફૂલ એની સુગંધ માટે પ્રખ્યાત છે. તો કોઈ ફૂલ એના રૂપ-રંગ માટે. જેમાંથી કેટલાક ફૂલનું સૌથી વધારે મહત્વ હોય છે. પરંત દરેક ફૂલના વિવિધ રંગ અને તેનું સંયોજન તેની શોભામાં ચાર ચાંદ લગાવી દેતા હોય છે.
ફૂલોના કલર અલગ અલગ હોય છે તેવી રીતે તેનું મહત્વ પણ અલગ હોય છે. ત્યારે કલર મુજબ ક્યારે ક્યાં ભગવાનને ક્યાં ફૂલ ચડાવવા જોઈએ તેનું પણ અલગ જ મહત્વ હોય છે. સામાન્ય રીતે પૂજામાં સફેદ, પીળા અને લાલ ફૂલોનો વધું ઉપયોગ થાય છે. આમ છતાં અલગ અલગ ફૂલો અલગ અલગ ભગવાનને ચઢાવવામાં આવે છે. ત્યારે ફૂલોના કલર કેમ અલગ હોય છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે.
કલર માટે સૂર્ય પ્રકાશ છે મહત્વનું:
સૂર્ય પ્રકાશમાં સાત રંગોનો સમાવેશ થયેલો છે. એટલે સૂર્ય પ્રકાશના સાત રંગ આપણને ચારેતરફ જોવા મળતા હોય છે. સૂર્ય પ્રકાશમાં વાદળી, લીલો, આસમાની, બ્લૂ, પીળો, નારંગી અને લાલ રંગ હોય છે. જે આપણને મેઘ ધનુષ્યમાં પણ જોવા મળતા હોય છે. આ રંગ ફૂલ, પાંદડા અને પતંગિયામાં પણ જોવા મળતા હોય છે.
ફૂલોમાં હોય છે સૂર્ય પ્રકાશ શોષવાની શક્તિ:
સૂર્યના સાત રંગો ક્યારે પરાવર્તિત નથી થતા જેથી કોઈ વસ્તુ કોઈ પણ એક રંગને શોષી બાકીના રંગોને પરાવર્તિત કરે છે. સૂર્ય પ્રકાશનું સફેદ રંગ પારદર્શક વસ્તુઓમાં હોય છે. કોઈ વસ્તુ સૂર્યપ્રકાશના સાત રંગમાંથી કોઈ એક રંગને શોષી બાકીનાને પરાવર્તિત કરે છે જેથી તે કાળી દેખાય છે. આવી જ રીતે રંગબેરંગી ફૂલોમાં પણ સૂર્ય પ્રકાશના કોઈ પણ એક રંગને શોષવાની શક્તિ હોય છે.
ફૂલ 6 રંગોને શોષી લે છે:
જ્યારે સૂર્યપ્રકાશના કિરણ ફૂલ પર પડે છે તો તે ફૂલની આંતરિક શક્તિના સફેદ રંગ સાથે મિશ્રિત થઈ જાય છે. પરંતુ કોઈ પણ એક રંગને ફૂલ પરાવર્તિત કરે છે. તે રંગ ફૂલની ઉપરની સપાટીએ રહે છે. જેથી ફૂલો અલગ અલગ કલરના દેખાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો પીળા રંગના ફૂલ પર સૂર્યપ્રકાશ પડે તો તે પીળા રંગને છોડી બાકીના 6 રંગને શોષી લે છે. જેથી પીળો રંગ પરાવર્તિત થઈને ફૂલની ઉપરની સપાટીએ આવરણના રૂપે રહે છે. જેથી તે ફૂલ આપણને પીળા રંગનું જોવા મળે છે.
સફેદ અને કાળા રંગના ફૂલ હોય છે અલગ:
રંગબેરંગી ફૂલો કરતા સફેદ અને કાળા રંગના ફૂલો અલગ હોય છે. કાળા અને સફેદ ફૂલ એક બીજાથી બિલકુલ વિરોધાભાષી હોય છે. કેટલાક ફૂલ કાળા રંગના હોય છે તેની પાછળનું કારણ છે કે સૂર્ય પ્રકાશના સાત રંગોને તે ફૂલ શોષી લે છે. સાત રંગને શોષી લેતા ફૂલની ઉપર કોઈ પણ જાતના પ્રકાશનું આવરણ નથી હોતું. જે વસ્તુ સૂર્યપ્રકાશના દરેક રંગને શોષી લે છે તે વસ્તુ કાળી દેખાય છે જેથી અમૂક ફૂલ પણ કાળા રંગના જોવા મળે છે.
અલગ રંગ હોય છે આકર્ષણ:
ફૂલના દરેક છોડના પાંદલા લીલા અથવા લાલ હોય છે. જેથી ફૂલનો રંગ અલગ હોવું જરૂરી છે. પતંગિયાને આકર્ષવા માટે ફૂલનો રંગ અલગ હોય છે. લાલ, પીળા, સફેદ રંગ જેવા ફૂલોથી પતંગિયા સહિતના કિટકો પણ આકર્ષાતા હોય છે. અને તેના મારફતે પરાગ રજનો ફેલાવો પણ થાય છે.
પાંદડાનો પણ હોય છે મુખ્ય રોલ:
વનસ્પતિના પાંદડા, ફૂલ, ડાળી અને ફળો તેમાં રહેલા દ્વવ્યકણો અનુસાર રંગના હોય છે. જેમાં પાંદડામાં લીલા રંગનું કલોરોપાસ્ટ હોવાથી તેનો રંગ લીલા હોય છે. વનસ્પતિના બધા ભાગોને રંગ આપવાનો હેતુ જુદો જુદો છે. જેમાં કલોરોફીલ એટલે વનસ્પતિના ખોરાકનું કારખાનું હોય છે. જેથી પાંદડા સૂર્યપ્રકાશને શોષી તેમાંથી ખોરાક બનાવવાનું કામ કરે છે. એટલે જ તેનો રંગ લીલો રહે છે.
રંગ માટે ટેક્નોલોજીનો પણ થાય છે ઉપયોગ:
આજની આધુનિક ટેક્નોલોજીના લીધે ખેતીમાં ઘણો વિકાસ થયો છે. જેમાં ફૂલોની પણ અલગ અલગ પ્રજાતિને જાળવી રાખવા ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોય છે. જે રંગના ફૂલના છોડ જોઈએ તે માર્કેટમાં મળી રહે છે પરંતુ ફૂલા રંગ તો સૂર્યપ્રકાશના શોષણથી જ બને છે. ચોક્કસ ટેક્નોલોજીના માધ્યમથી એ પહેલાથી જ આપણને ખબર હોય છે કે આ છોડમાં કેવા રંગના ફૂલ આવશે.