Lips Care In Winter: ઠંડીની ઋતુમાં હોઠ સૌથી વધારે ડ્રાય થઈ જાય છે. જેમ જેમ શિયાળામાં ઠંડી વધે તેમ હોઠ પણ ઝડપથી ફાટે છે. ઘણી વખત ફાટેલા હોઠમાંથી લોહી પણ નીકળવા લાગે છે. ઠંડીની ઋતુમાં હોઠની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. હોઠની ત્વચા ચહેરાની ત્વચા કરતા નાજુક હોય છે. તેથી જ હોઠને મુલાયમ અને પિંક રાખવા માટે શિયાળાની શરૂઆતથી જ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જો આ પાંચ બાબતોનું ધ્યાન રાખશો તો શિયાળામાં ગમે એટલી ઠંડી પડે તમારા હોઠ ફાટશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઘરમાં હાજર આ વસ્તુઓથી કપાળની કાળાશ દૂર થઈ જશે, 1 પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય


શિયાળામાં આ રીતે રાખો હોઠનું ધ્યાન 


1. શિયાળામાં ખાવા પીવા પર ખાસ ધ્યાન રાખવું. હોઠને મુલાયમ અને સુંદર બનાવી રાખવા માટે વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ વાળી વસ્તુઓનું સેવન કરો. દૈનિક આહારમાં લીલા શાકભાજી સાથે ઘી, માખણ અને તાજા ફળનો સમાવેશ કરો.


2. હોઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે દેશી ગુલાબના પાનની પેસ્ટ બનાવીને હોઠ પર થોડી વાર લગાવો. આ કામ રોજ રાત્રે સુતા પહેલા કરશો તો હોઠ ટ્રાય નહીં થાય. 


આ પણ વાંચો: Turmeric: હળદરમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, પાર્લર જેવી ચમક ઘરે જ મળશે


3. ઠંડીમાં ત્વચાની ડ્રાઇનેસ વધી જાય છે. ત્વચાની ડ્રાઇનેસ ને દૂર કરવા માટે અને હોઠને મુલાયમ બનાવવા માટે હોઠ પર ક્રીમ, દૂધની મલાઈ, ઘરનું સફેદ માખણ અથવા તો ઘી નિયમિત લગાવો. દિવસમાં બેથી ત્રણ વખત આ વસ્તુઓથી હોઠ પર હળવા હાથે માલીશ કરો. 


4. રાત્રે સુતા પહેલા નાભિમા દેશી ઘી અથવા તો સરસવના તેલના બે ટીપા નાખી લો. આ કામ નિયમિત કરશો તો શિયાળામાં હોઠની ત્વચા ફાટશે નહીં. નાભિમા તેલ નાખવાથી શરીરને પણ ફાયદા થશે. 


આ પણ વાંચો: ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, 40 વર્ષની ઉંમરે પણ ત્વચા દેખાશે 28 વર્ષ જેવી


5. શિયાળામાં તરસ ઓછી લાગે છે. તેથી મોટાભાગના લોકો શિયાળામાં ઓછું પાણી પીવે છે. પરંતુ તરસ લાગે કે ન લાગે દિવસ દરમિયાન સાથે 8 ગ્લાસ પાણી પીવાનું રાખો. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો શરીરને પાણી મળતું રહેશે અને સ્કીન હાઇડ્રેટ રહેશે. જેના કારણે હોઠ પણ મુલાયમ રહેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)