Skin Care Mistakes In Winter: શિયાળામાં ઠંડી હવા અને શુષ્ક વાતાવરણના કારણે ત્વચાનું મોઈશ્ચર ઓછું થઈ જાય છે. શિયાળામાં તમે જોયું હશે કે ઘણા લોકોનો ચહેરો એકદમ ડ્રાય અને બેજાન દેખાવા લાગે છે. મોઈશ્ચરની ખામીના કારણે ઘણી વખત ચહેરાની ત્વચા પણ ફાટવા લાગે છે અને ખેંચાયેલી દેખાય છે. ત્વચાનો નેચરલ ગ્લો છીનવાઈ જાય અને ત્વચા ડલ દેખાવા લાગે તેની પાછળ લોકોની 4 ભૂલ જવાબદાર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બાળકોના લંચ બોક્સમાં મુકવું હોય તો સફરજનને આ રીતે કાપવું, કલાકો પછી પણ કાળુ નહીં પડે


અજાણતા લોકો શિયાળા દરમિયાન આ 4 ભૂલ કરે છે જેના કારણે તેમની ત્વચા કુદરતી ગ્લો ગુમાવે છે. આ 4 ભુલના કારણે ત્વચા ડલ અને બેજાન થઈ જાય છે અને ઘણી વખત ચહેરાની ત્વચા પણ ખરાબ રીતે ફાટવા લાગે છે. આજે તમને આ 4 ભૂલ વિશે જણાવીએ. જો તમે પણ આ ભૂલ કરતા હોય તો આજથી જ સુધારી લેજો.


આ પણ વાંચો: Potato: માર્કેટમાં ધડાધડ વેંચાય છે નકલી બટેટા, ખરીદી વખતે આ રીતે ચેક કરી લેવા બટેટા


ઓછું પાણી પીવું 


શિયાળામાં તરસ ઓછી લાગે છે તેના કારણે મોટાભાગના લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે અને ત્વચા રૂખી અને બેજાન દેખાવા લાગે છે. પાણી ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવાની સાથે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે. તેથી શિયાળામાં પણ રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું 


તડકાથી દૂર રહેવું


ઠંડીમાં તડકામાં બેસવું ખૂબ જ ગમે છે. પરંતુ મોટાભાગના લોકો દિવસ દરમિયાન તડકામાં બેસવાનું પણ ટાળે છે. જેના કારણે શરીરમાં વિટામિન ડી ની ખામી સર્જાય છે અને તે ત્વચા અને વાળને ડેમેજ કરે છે. શિયાળામાં રોજ 10 થી 15 મિનિટ તડકામાં બેસવું જોઈએ 


આ પણ વાંચો: Night Routine: 50 વર્ષે પણ દેખાશો 30 જેવા જુવાન, સુતા પહેલા રોજ કરો આ 3 કામ


મોઈશ્ચુરાઈઝર ન વાપરવું 


ઠંડી હવાના કારણે ત્વચા ડ્રાય અને ડલ થઈ જાય છે. તેવામાં મોઈશ્ચુરાઈઝર ત્વચા પર લગાડવાથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચા ફાટેલી દેખાતી નથી. ઠંડીમાં ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે નિયમિત મોઈશ્ચુરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને જ્યારે પણ ચહેરો અને હાથ ધોવાનું થાય ત્યારે મોઈશ્ચુરાઈઝર લગાડવું જોઈએ.


આ પણ વાંચો: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, આ 4 રીતે કરો મીઠા લીમડાનો ઉપયોગ, વાળના મૂળ મજબૂત થશે


વધારે પડતા ગરમ પાણીથી નહાવું 


શિયાળામાં ગરમ પાણીથી નહાવું જરૂરી છે પરંતુ કેટલાક લોકો હદ કરતાં વધારે ગરમ પાણીથી નહાતા હોય છે. શિયાળામાં જો વધારે પડતા ગરમ પાણીથી નહાવાનું થાય તો ત્વચાનું પ્રાકૃતિક તેલ ખતમ થઈ જાય છે જેના કારણે ત્વચા વધારે ડ્રાય થઈ જાય છે. શિયાળામાં પણ હુંફાળા પાણીથી નહાવું જોઈએ તેનાથી ત્વચાનો નિખાર જળવાઈ રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)