Skin Care: ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ વધી જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે શિયાળામાં સ્વાસ્થ્ય અને ત્વચાનું ખાસ ધ્યાન રાખવામાં આવે. શિયાળામાં આમ તો અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે પરંતુ તેમાં સૌથી ગંભીર અને સૌથી સામાન્ય છે ત્વચાની ડ્રાયનેસ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ખીલને દૂર કરવા ટ્રાય કરો આ પાંચમાંથી કોઈ એક ઉપાય, એક વીકમાં ખીલ અને ડાઘ બંને ગાયબ


ઠંડી હવાના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે જેના કારણે ચહેરો પણ બેજાન દેખાવા લાગે છે. શિયાળામાં ત્વચાની ડ્રાઈનેસના કારણે ખંજવાળ અને બળતરા જેવી તકલીફ પણ રહે છે. જો આ શિયાળામાં તમારે સ્કીન ડ્રાયનેસની સમસ્યાથી બચવું હોય તો તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી સ્કીનની ડ્રાઇનેસ દૂર થશે અને સાથે જ સ્કીન હેલ્ધી પણ રહેશે.


આ પણ વાંચો: White Hair: આ વસ્તુનો ઉપયોગ કરી સફેદ વાળને મૂળમાંથી કરો કાળા, 50 વર્ષે પણ દેખાશો યંગ


એલોવેરા જેલ


એલોવેરા જેલ એક નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. તમે એલોવેરા જેમને ડાયરેક્ટ પોતાની ત્વચા પર લગાડી શકો છો અથવા તો તેમાં મોઈશ્ચરાઈઝર પણ મિક્સ કરી શકો છો.


મધ


મધનો ઉપયોગ પણ પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર તરીકે કરી શકાય છે. જ ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવી હોય તો મધને ચહેરા પર લગાડવાનું રાખો.


આ પણ વાંચો: Weight Loss: શિયાળામાં આ 3 વસ્તુ વધેલા વજનને કરશે ઓછું, બહાર નીકળેલું પેટ થશે ગાયબ


નાળિયેર તેલ


નાળિયેર તેલ ને ત્વચા પર લગાડવું એક બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને હાથ અને પગની ત્વચાની ડ્રાયનેસને નાળિયેર તેલ ઝડપથી દૂર કરે છે. નાળિયેર તેલ ત્વચામાં મોઈશ્ચરને લોક કરે છે અને ડ્રાયનેસથી બચાવે છે.


બદામનું તેલ


બદામનું તેલ પણ ત્વચા માટે એક સારું મોઈશ્ચરાઈઝર છે. તેનાથી ત્વચા કોમલ અને ચમકદાર બને છે. બદામ તેલને તમે ડાયરેક્ટ ચહેરા પર લગાડી શકો છો.


આ પણ વાંચો: Recipe: પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર ઘરે બનાવો બજાર કરતાં પણ વધારે ટેસ્ટી ખીચું


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)