Weight Loss: શિયાળામાં આ 3 શાકના જ્યુસ વધેલા વજનને કરશે ઓછું, બહાર નીકળેલું પેટ ફટાફટ થશે ગાયબ
Weight Loss: છે. શિયાળાની ઋતુને ખાવાપીવાની ઋતુ માનવામાં આવે છે અને લોકો માને છે કે ઠંડીના સમયમાં વજન ઝડપથી વધે છે પણ ઘટતું નથી.... જો તમે પણ આવી માન્યતા ધરાવો છો તો તમને જણાવીએ દઈએ શિયાળામાં ફટાફટ વજન ઉતારવાનું એક સીક્રેટ.
Trending Photos
Weight Loss: શિયાળાની શરુઆત થઈ ગઈ છે. આ ઋતુમાં ભરપુર પ્રમાણમાં ફળ અને લીલા શાકભાજી જોવા મળે છે. શિયાળાની ઋતુને ખાવાપીવાની ઋતુ માનવામાં આવે છે અને લોકો માને છે કે ઠંડીના સમયમાં વજન ઝડપથી વધે છે પણ ઘટતું નથી.... જો તમે પણ આવી માન્યતા ધરાવો છો તો તમને જણાવીએ દઈએ શિયાળામાં ફટાફટ વજન ઉતારવાનું એક સીક્રેટ.
જો તમે વજન ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે શિયાળાની સીઝનમાં પણ ઝડપથી વજન ઘટાડવું શક્ય છે. તેના માટે તમે ડાયટમાં કેટલાક ફળ અને શાકભાજીના રસનું સેવન કરી શકો છો. આ સિઝનમાં મેથી, પાલકથી લઈને મૂળા સુધીના અનેક લીલા શાકભાજી મળે છે. આ બધા શાકભાજી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને 3 એવા શાક છે જેના રસનું સેવન કરવાથી વજન તુરંત કંટ્રોલમાં આવે છે. આ શાકનો રસ પીવાનું રાખશો તો શિયાળો પુરો થતાં થતાં તમારું વધેલું પેટ પણ અંદર જતું રહેશે.
ગાજરનો જ્યુસ
વજન ઘટાડવા માટે તમે ગાજરનો જ્યુસ પી શકો છો. આમ તો ગાજર શિયાળામાં મળતી વસ્તુ છે પરંતુ હવે બારેમાસ કે સરળતાથી મળી રહે છે. ગાજર ફાઇબરથી ભરપૂર હોય છે દિવસની શરૂઆત તમે ગાજરનો જ્યુસ થી કરશો તો કલાકો સુધી ભૂખ નહીં લાગે અને શરીરમાં એનર્જી પણ રહેશે જેના કારણે વજન ઝડપથી ઉતરશે.
કારેલાનો રસ
કારેલા એવું શાક છે જેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ તકલીફ એ હોય છે કે કારેલાના કડવા સ્વાદને લીધે મોટા ભાગના લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ સ્વાસ્થ્યની સિદ્ધાંતો જણાવે છે કે કારેલા નો જ્યુસ પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીર સ્વસ્થ પણ રહે છે. કારેલા થી થતા ફાયદા મેળવવા માટે જરૂરી નથી કે તમે એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવો રોજ બે ચમચી કારેલા નો રસ પી લેવાથી પણ શરીરને ફાયદા થશે.
બીટનો રસ
વજન ઘટાડવાની વાત આવે તો બીટનો રસ સૌથી અસરકારક માનવામાં આવે છે. બીટ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી કલાકો સુધી તમારું પેટ ભરેલું રહેશે જેના કારણે કમર અને પેટની ચરબી સૌથી ઝડપથી ઘટવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે