Badam Halwa Recipe: શિયાળાની ઋતુમાં ગરમાગરમ મીઠાઈ ખાવા મળે તો તેનાથી બેસ્ટ કાઈ ના હોય. ખાસ કરીને મીઠાઈમાં બદામનો હલવો સૌથી ખાસ હોય છે. આ ઋતુમાં બદામનો હલવો ખાવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. બદામનો હલવો ઠંડીમાં શરીરને તાજગી અને એનર્જી આપે છે. આજે તમને રાજસ્થાની સ્ટાઇલમાં બદામનો હલવો કેવી રીતે બનાવવો તે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદામના હલવા માટેની સામગ્રી


આ પણ વાંચો: Weight Loss: સવારે જાગીને કરો આ 3 કામ, કોઈપણ પ્રકારની મહેનત વિના પાતળા થવા લાગશો


બદામ - 1 કપ
ઘી - 1/2
દૂધ - 2 કપ
ખાંડ સ્વાદ અનુસાર 
એલચી પાવડર - 1/4 ચમચી
કેસરના તાંતણા - 8 થી 10
કાજૂ, કિશમિશ, પિસ્તા - જરૂર અનુસાર


આ પણ વાંચો: Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો


બદામનો હલવો બનાવવાની રીત 


સૌથી પહેલા બદામને સારી રીતે ધોઈને પાંચથી છ કલાક માટે પાણીમાં પલાળો. ત્યાર પછી તેની છાલ કાઢીને તેને બારીક પીસી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં પીસેલી બદામને ધીમા તાપે શેકી લો. બદામ ભૂરા રંગની થઈ જાય ત્યાર પછી તેમાં દૂધ ઉમેરો. દૂધ અને બદામના મિશ્રણને બરાબર ઉકાળો. 


આ પણ વાંચો: Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી


જ્યારે દૂધ અડધું થઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો તેમાં ખાંડ ઉમેરો અને સારી રીતે હલાવો. જ્યારે ખાંડ બરાબર ઓગળી જાય ત્યારે તેમાં એલચી પાવડર અને કેસર ઉમેરો. હાલવામાં તમે ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો. પાંચથી દસ મિનિટ સુધી હલવાને પકાવો અને પછી ગેસ બંધ કરી ઢાંકી દો.