Winter Skin Care: જ્યારે પણ વાતાવરણમાં ફેરફાર થાય છે તો તેની અસર ત્વચા પર સૌથી પહેલા પડે છે. ત્વચાની સુંદરતા અને ગ્લો ધીરે ધીરે ઘટવા લાગે છે. ખાસ કરીને શિયાળા દરમિયાન ત્વચાનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના કારણે ત્વચાને ગંભીર નુકસાન થઈ શકે છે. ઠંડીની ઋતુમાં ત્વચા પર ડ્રાયનેસ વધી જાય તો ત્વચા બેજાન લાગે છે. પરંતુ જો આ શિયાળામાં તમારે ફિલ્મી સિતારા જેવી ગ્લોઇંગ સ્કીન મેળવવી હોય તો તમે ઘરે બનેલા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા ઠંડીની ઋતુમાં પણ ગ્લોઈંગ દેખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેહરાની સુંદરતા જાળવી રાખવા માટે સાબુ કે ફેસવોસથી ચહેરો ધોઈ લેવો પુરતો નથી. બદલતા વાતાવરણમાં સ્કીનની ખાસ સંભાળ પણ રાખવી પડે છે. ઠંડીના કારણે ત્વચા પર જે ડ્રાઇનેસ વધે છે તેને દૂર કરવા માટે મધના ફેસપેકનો ઉપયોગ કરવો જોઈએ. મધનો આ ફેસપેક ત્વચા માટે પરફેક્ટ સાબિત થાય છે. આ ફેસપેકનો ઉપયોગ ડ્રાય, સેન્સિટીવ અને મિક્સ ટાઈપની સ્કીનના લોકો કોઈપણ જાતની ચિંતા વિના કરી શકે છે.


આ પણ વાંચો:


 


Dark Circles દુર થશે 15 દિવસમાં જ, અઠવાડિયામાં 2 વખત આંખ નીચે લગાડો આ વસ્તુ


રુ જેવી સોફ્ટ ફુલકા રોટી બનાવવા આ ટ્રીકથી બાંધો લોટ, ઠંડી રોટલી પણ ખવાશે હોંશે હોંશે


શિયાળામાં વધી જતી ત્વચાની ડ્રાયનેસને દુર કરવા આ 3 રીતે ઉપયોગ કરો ગ્લિસરીનનો


ફેસપેક બનાવવાની સામગ્રી


મધ દોઢ ચમચી
મુલતાની માટી બે ચમચી
ગુલાબજળ એક ચમચી
એલોવેરા જેલ અડધી ચમચી


ફેસપેક બનાવવાની રીત


સૌથી પહેલા એક બાઉલમાં બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. ફેસપેક લગાડતા પહેલા ચહેરાને પાણીથી બરાબર સાફ કરો અને ત્યાર પછી ફેસપેકને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. તેને અડધી કલાક સુધી સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ક્લીન કરો. અઠવાડિયામાં ત્રણ વખત આ ફેસ પેક લગાડશો તો તમારી ત્વચા હિરોઈન જેવી સુંદર દેખાવા લાગશે. કારણકે મધ તમારી ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરે છે. સાથે જ મુલતાની માટી અને એલોવેરા સ્કિન ટાઈટનિંગમાં મદદ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)