Fitness Tips: અભિનેત્રી, મોડલ અને સિંગર શહનાઝ ગિલને આજે કોઈ ઓળખની જરૂર નથી. શહેનાઝ 'બિગ બોસ 13' દ્વારા લાઇમલાઇટમાં આવી હતી, આ શોમાંથી બહાર આવ્યા બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. આ સિવાય તે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળી હતી. તેમાં સૌથી વધુ ચર્ચા શહેનાઝની વેઈટ લોસ જર્નીની થાય છે. શહેનાઝ ગિલે ફિટનેસમાં પણ એક માઈલસ્ટોન પાર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: એક કે બે નહીં 250 વર્ષથી અહીં નથી ઉડતા પતંગ, લોકો આ રીતે કરે છે પર્વની ઉજવણી


વર્ષ 2019-2020 માં 'બિગ બોસ 13' દરમિયાન તેનું વજન ઘણું વધારે હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેણે ખૂબ જ મહેનત કરી અને તેની ઇચ્છાશક્તિના આધારે લગભગ 12 કિલો વજન ઘટાડ્યું. જોકે આ કામ તેના માટે એટલું સરળ નહોતું. તેણે એક શો દરમિયાન પોતાની ફિટનેસનું સીક્રેટ જણાવ્યું હતું.


આ પણ વાંચો:  Skin Care: ચહેરા પર પડેલી કરચલીઓને દુર કરી શકે છે બરફ, જાણો ઉપયોગ કરવાની રીત


શહનાઝ ગિલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિટનેસ માટે સમયસર યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. તેણે કહ્યું કે વેઈટ લોસ જર્નીમાં પરિવાર અને મિત્રો સૌથી મોટી અડચણ હોય છે. તેઓ સતત તમને એવી વસ્તુઓ ખાવાનો આગ્રહ કરે છે જેનાથી વજન ઓછું કરવું શક્ય નથી. તે લોકો હંમેશા કહે છે કે 'કાલથી ડાયેટ કરજે'. આવી સ્થિતિમાં તમારે તમારી પર કંટ્રોલ રાખવો જરૂરી છે.   


આ પણ વાંચો: 2 વસ્તુના ઉપયોગથી ઘરે બનાવો સ્ક્રબ, 5 મિનિટમાં ડેડ સ્કિન થશે દુર અને ખીલી જશે ત્વચા


શહેનાઝે આ મુલાકાત દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે તેણે વર્કઆઉટ કર્યા વિના કે જીમમાં ગયા વિના જ પોતાનું વજન ઘટાડ્યું છે. તેણે 70 ટકા ડાયટ કંટ્રોલ દ્વારા જ પોતાનું વજન ઘટાડ્યું છે. આ સિવાય તે પાણી પીવાને ખૂબ જ પ્રાધાન્ય આપે છે. ક્યારેક તે પાણીમાં સ્ટ્રોબેરી અને કાકડી ઉમેરીને પણ પીવે છે. આ પાણી તેની ત્વચા પર ગ્લો લાવે છે.