Belly Fat: ડાયટિંગ કે એક્સરસાઈઝથી નહીં, લીંબુની છાલથી ઓગળી જશે પેટની ચરબી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Reduce Belly Fat Fast: પેટની ચરબી ઘટાડવી મુશ્કેલ લાગે છે પરંતુ આ કામ ખૂબ સરળતાથી થઈ શકે છે. બસ ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુનો ઉપયોગ ક્યારે કરવો. આજે તમને આવી જ રીત જણાવીએ જેમાં તમે ડાયટિંગ કે એક્સરસાઈઝ વિના બેલી ફેટ ઘટાડી શકો છો.
Reduce Belly Fat Fast: પેટની ચરબી ઘટાડવી મુશ્કેલ કામ લાગે છે. આ કામ કરવા માટે લોકો ડાયટિંગ અને એક્સરસાઇઝ કરવાથી લઈને મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પેટની ચરબી ઘટાડવાનું કામ લીંબુની છાલ સરળતાથી કરી શકે છે ? જો તમે ન જાણતા હોય તો આજે તમને જણાવીએ કે લીંબુની છાલની મદદથી પેટની ચરબી અને શરીરનું વજન કઈ રીતે ઘટાડી શકાય છે.
આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
લીંબુનો રસ કાઢીને મોટાભાગે તેની છાલને ફેંકી દેવામાં આવે છે પરંતુ લીંબુની છાલ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. લીંબુની છાલ પાચનને સુધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. લીંબુની છાલમાં પેક્ટીન અને પોલીફેનોલ ભરપૂર માત્રામાં હોય છે. આ બંને વસ્તુ વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેની અંદર ડિટોક્સીફાઈંગ ગુણ પણ હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. લીંબુની છાલમાં વિટામીન સી વધારે હોય છે જે શરીરમાં જામેલા ફેટને ઓગાળવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
લીંબુની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો ?
1. એક ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં લીંબુની છાલ ઉમેરો. પાણી ઉકળી જાય પછી તેને ગાળી લો અને તેમાં મધ ઉમેરીને સવારે ખાલી પેટ પી લો. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળશે.
2. આ સિવાય લીંબુના છાલને સુકવીને તેનો બારીક પાવડર પણ બનાવી શકાય છે. રોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી પાવડર મિક્સ કરીને પી લેવાથી પણ ફાયદો થાય છે.
આ પણ વાંચો: Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
3. લીંબુની છાલની મદદથી ડિટોક્સ વોટર પણ બનાવી શકાય છે. તેના માટે પાણીની એક બોટલમાં લીંબુની છાલ ઉમેરીને આખી રાત છોડી દો. સવારે આ પાણી પીવું. તેનાથી શરીર ડિટોક્ષ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
લીંબુની છાલથી થતા ફાયદા
પેટની ચરબી ઘટાડવાની સાથે લીંબુની છાલ ઇમ્યુનિટીને પણ મજબૂત કરે છે. લીંબુની છાલનો ઉપયોગ કરવાથી શરીર અંદરથી ડિટોક્ષ થાય છે. લીંબુની છાલના કારણે સ્કીનને પણ ફાયદો થાય છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના આ 4 હિલ સ્ટેશન ફરવા માટે સૌથી બેસ્ટ, વિદેશીઓને ખૂબ ગમે છે આ જગ્યાઓ
આ વાતોનું રાખો ધ્યાન
લીંબુની છાલનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવી. જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય કે મેડિકલ કન્ડિશન હોય તો લીંબુની છાલનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)