ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે અત્યાર સુધીમાં પપૈયાનું સેવન કરવાના ફાયદા તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે જાણો છો તેના પાંદડાથી થતા ફાયદા વિશે. હા, તેના પાંદડા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પપૈયાના પાંદડામાં જોવા મળતા ચમત્કારી ગુણ તમને માત્ર ગરમીથી નહીં પરંતુ અનેક ગંભીર રોગોથી પણ દૂર રાખે છે. જો તમને ભૂખ ન લાગે તો પપૈયાના પાન તમને મદદ કરી શકે છે. આ માટે પપૈયાના પાનના રસની ચા બનાવો અને પીવો, થોડા દિવસોમાં તમારી ખોવાયેલી ભૂખ ફરી આવી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Health Tips: ભૂલથી પણ આ સમયે ન ખાઓ સફરજન, નહીં તો હાલત થઈ જશે ખરાબ


મેલેરિયાથી રાહત:
તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં પપૈયાના પાનનો રસ અથવા અર્કનો ઉપયોગ મલેરિયાના ઉપચાર માટે પણ થાય છે. પપૈયાના પાનમાં પ્લાઝમોડિસ્ટેટિક ગુણ હોય છે જે મલેરિયા તાવને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે આ સિવાય તેમાં 50 સક્રિય ઘટકો જોવા મળે છે, જે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પરોપજીવી અને કેન્સરના કોષોને દૂર કરવામાં મદદ કરે છે.


Healthy Diet: જો તમે પણ સવારના નાસ્તામાં આ વસ્તુઓ ખાતા હોવ તો સાવધાન! જાણો આયુર્વેદ મુજબ સવારે શું ખાવું અને શું નહીં


ડેન્ગ્યુથી રાહત:
પપૈયાના પાન ડેન્ગ્યુથી રાહત આપે છે. ડેન્ગ્યુમાં પ્લેટલેટની સંખ્યા ઝડપથી ઘટવા માંડે છે. પ્લેટલેટ્સમાં ઘટાડો અને વધુ તાવના કારણે શરીર તૂટે છે. આવી સ્થિતિમાં જો પપૈયાના પાનનું સેવન કરવામાં આવે તો પ્લેટલેટની સંખ્યા ઝડપથી વધી જાય છે. પપૈયામાં આલ્કલોઇડ્સ, જેવા ઘણા મહત્વના પોષક તત્વો હોય છે, જે શરીરની પ્રતિરક્ષા પણ વધારે છે.


Health Tips: ભૂલથી પણ આ બીમારીને નજરઅંદાજ ન કરો, નહીં તો આંખોને થઈ શકે છે મોટું નુકસાન


પીરિયડની પીડાથી રાહત:
તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પપૈયાના પાનનો ઉકાળો પીડાને દૂર કરી શકે છે. તમે પપૈયાના પાનને આમલી, મીઠું અને પાણી નાખીને ઉકાળો અને પછી ઠંડુ કરીને પીશો, જલ્દી રાહત મળશે.


Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'


વાળ અને ત્વચા માટે:
પપૈયાના પાનનો રસ પીવાથી ત્વચા અને વાળની સમસ્યા પણ દૂર રહે છે. તેના સેવનથી ત્વચા પર પિમ્પલ્સ, ખીલ વગેરે છુટકારો મળે છે. તમે આ પાંદડાને પીસીને ખોપરી ઉપરની ચામડી પર લગાવી શકો છો.


Child Care: જાણો આ રીતે સૂવાથી મસ્ત રહે છે બાળકની હેલ્થ, કામ લાગે એવી છે આ Tips


આ રીતે પપૈયાના પાનનો ઉકાળો તૈયાર કરો:


1- પપૈયાનાં પાન લો અને તેને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને જ્યુસરમાં પીસી લો.


2- હવે તેને ચાળણી દ્વારા ગાળી લો.


3- તમે તેને કાચની બોટલમાં પણ મૂકી શકો છો અને તેને ફ્રિજમાં રાખી શકો છો.


4- ઠંડુ થયા પછી તેને પીવો.


Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.


Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!
 


Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube