Woolen Clothes: ઊનના કપડા આરામદાયક, ગરમ અને સ્ટાઇલિશ હોય છે. પરંતુ જો તેને ધોતી વખતે કેટલીક ભૂલ કરી દેવામાં આવે અથવા તો તેને યોગ્ય રીતે ધોવામાં ન આવે તો તેનો રંગ અને આકાર બધું જ બગડી જાય છે. સામાન્ય કપડાની સરખામણીમાં ઊનના કપડા વધારે નાજુક હોય છે. તેને ધોતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. જો ઉનના કપડાં ધોવામાં ભૂલ થઈ જાય તો તે ખરાબ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમને એવી પાંચ ભૂલ વિશે જણાવીએ જે ઊનના કપડા ને બરબાદ કરે છે. કપડાં ધોતી વખતે આ પાંચ ભૂલ કરવાથી બચવું જોઈએ. જો આ પાંચ ભૂલ નહીં કરો તો ઊનના કપડા વર્ષો વર્ષ સુધી સારા રહેશે. તેનો કલર અને આકાર એવો ને એવો રહેશે. 


આ પણ વાંચો: શિયાળામાં કસરત ન કરવી હોય તો આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરી દો, ચરબી ઝડપથી ઘટશે


ગરમ પાણીથી ધોવા 


ઊનના કપડા ને ગરમ પાણીથી ધોવા સૌથી મોટી ભૂલ છે. ઊનના કપડા ગરમ પાણીથી ધોશો તો તે સંકોચાઈ જશે અને તેનો આકાર નાનો થઈ જશે. ઊનના કપડા ફાટી પણ શકે છે તેથી ઊનના ગરમ કપડાને નોર્મલ પાણીથી જ ધોવા. 


આ પણ વાંચો: ઈશા અંબાણી મોંઘા બ્યુટી પ્રોડક્ટથી નહીં આ ફેસપેકથી વધારે છે ત્વચાની સુંદરતા


નોર્મલ ડિટરજન્ટનો ઉપયોગ 


જે ડિટર્જન્ટ થી નોર્મલ કપડાં ધોવાતા હોય તેનાથી ગરમ કપડાં ધોવા પણ મોટી ભૂલ છે. ઊનના કપડા ધોવા માટે ઊન માટે અનુકૂળ ડિટર્જન્ટ નો જ ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય ડિટર્જન્ટ માં હાર્ડ કેમિકલ હોય છે જે ઊનના નાજુક ફાઇબરને નુકસાન કરે છે. 


કપડા પર બ્રશ મારવું 


ઊનના કપડાં ધોતી વખતે તેના પર જોરથી બ્રશ મારવું કે તેને રગડવા સૌથી મોટી ભૂલ છે. ઊનના કપડા આ રીતે ધોવાથી તેનું ફાઇબર તૂટી જાય છે અને તેનો આકાર બગડી જાય છે. ઊનના કપડાને હળવા હાથે જ ધોવા અને તેને ધોયા પછી નીચોવવા પણ નહીં.


આ પણ વાંચો: શિયાળામાં ચહેરા પર ગ્લો લાવશે મલાઈ, આ 3 વસ્તુ મિક્સ કરીને બનાવો મલાઈનું ફેસપેક


કપડાને ડ્રાયરમાં સુકવવા 


આવા જ જાણીને નવાઈ લાગશે પરંતુ ડ્રાયરમાં ઊનના કપડા સુકવવાની ભૂલ કરવી નહીં. ડ્રાયરમાં ગરમ હવા આવે છે જે ઊનના કપડા માટે હાનિકારક હોય છે. તેનાથી કપડાનો આકાર ટૂંકો થઈ જાય છે. ઊનના કપડા ધોયા પછી તેને કોઈ જગ્યાએ રાખી દેવા જ્યારે તેનું પાણી ટપકી જાય પછી તેને સુકવવા.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)