Skin Care: દર વર્ષે સ્કિન કેર સંબંધિત હૈક્સ અને નવા નવા ટ્રેંડ વાયરલ થતા હોય છે. આવા હૈક્સ તુરંત રિઝલ્ટ આપતા હોવાથી લોકો તેને ટ્રાય પણ કરે છે. પરંતુ આ પ્રકારના બ્યુટી હૈક્સ ત્વચા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. કેટલાક બ્યુટી હૈક્સ એવા છે જે ત્વચા માટે ખતરનાક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્વચાના નિષ્ણાંતો પણ લોકોને સલાહ આપે છે કે કેટલાક વાયરલ થયેલા સ્કિન કેર હૈક્સ લાંબા ગાળે ત્વચાને ગંભીર અસર કરે છે. આવા હૈક્સ તુરંત રિઝલ્ટ આપતા હશે પરંતુ તે ત્વચાને ડેમેજ પણ કરે છે. આજે તમને ત્વચા માટે નુકસાનકારક એવા બ્યુટી હૈક્સ વિશે જણાવીએ. જેને નિષ્ણાંતની સલાહ વિના ટ્રાય ન કરવા જોઈએ.


આ પણ વાંચો: Teeth Whitening Tips: મોતી જેવા સફેદ ચમકતા દાંત માટે અજમાવી જુઓ આ સરળ ઘરેલુ નુસખા


પિંપલ પર ટુથપેસ્ટ લગાવવી


સોશિયલ મીડિયા પર આ ટ્રેંડ વાયરલ છે. જેમાં ખીલ મટાડવા માટે તેના પર ટુથપેસ્ટ લગાવવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તે ત્વચા માટે હાનિકાર છે. ટુથપેસ્ટમાં એવા તત્વ હોય છે જે ત્વચા માટે યોગ્ય નથી. તેનાથી બળતરા, સોજો, ડ્રાયનેસ આવી શકે છે.


વૈક્યૂમ પોયર ક્લીનર્સ


માર્કેટમાં એવા વૈક્યૂમ પોયર ક્લીનર્સ મળે છે જે દાવો કરે છે કે તેનાથી ડાઘ, બંધ છિદ્રો સાફ થાય છે. પરંતુ આવી પ્રોડક્ટ ત્વચા માટે નુકસાનકારક છે. તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. 


આ પણ વાંચો: Kitchen Hacks: બુઠ્ઠી કાતર થઈ જશે તેજતર્રાર, ઘરે સિલ્વર ફોઈલ હોય તો અજમાવો આ ટીપ્સ


સનસ્ક્રીન કંટૂરિંગ


સનસ્ક્રીન કંટૂરિંગમાં ચહેરાની કેટલીક જગ્યાઓએ સનસ્ક્રીન લગાવવામાં આવે છે જેથી કંટૂરિંગનો પ્રભાવ દેખાય. પરંતુ આ રીત ત્વચા માટે અસમાન રંગત, સનબર્ન અને સ્કિન કેન્સરના જોખમ ઊભા કરે છે. 


વધારે બ્લશ લગાવવું


બ્લશ લગાવવાનો ટ્રેંડ ઝડપથી વધી રહ્યો છે. તેનાથી ત્વચા પર ગુલાબી રંગત દેખાય છે. પરંતુ તેના વધારે ઉપયોગથી ત્વચાને નુકસાન પણ થાય છે. તેનાથી ત્વચાની સંવેદનશીલતા વધી શકે છે.


આ પણ વાંચો: Long Hair: કમર સુધી લાંબા વાળ ઝડપથી થશે, વાળમાં નિયમિત લગાવો આ 6 માંથી કોઈ 1 તેલ


રેટિનોલનો ઉપયોગ


રેટિનોલ ત્વચા પર દેખાતી એજિંગની અસરોને રોકવાનું કામ કરે છે. પરંતુ નિષ્ણાંતની સલાહ વિના અને વધારે પ્રમાણમાં રેટિનોલનો ઉપયોગ ત્વચામાં બળતરા, ડ્રાયનેસ વધારી શકે છે. તેથી રેટિનોલનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)