Get Rid of Yellow Teeth: પીળા પડેલા દાંત જણાવે છે કે તમારી ઓરલ હેલ્થ સારી નથી અને તમે બરાબર રીતે દાંતની સફાઈ કરતા નથી. સફેદ મોતી જેવા દાંત જ્યારે પીળા પડવા લાગે તો તેના કારણે શરમજનક સ્થિતિમાં પણ મુકાવું પડે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યાનું નિવારણ કરવામાં ન આવે તો પાયરીયા અને દાંત સંબંધિત અન્ય સમસ્યા પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Itchy Scalp: ગરમીમાં વધી જતી માથાની ખંજવાળની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય


પીળા દાંતને સફેદ કરવા માટે ટીથ વાઈટનીંગ ટ્રીટમેન્ટ પણ થાય છે. પરંતુ તેમાં વધારે ખર્ચો થાય છે. જો તમારે ઓછા ખર્ચે પીળા પડેલા દાંતને ચમકાવવા હોય તો આજે તમને સરળ ઘરેલુ નુસખા જણાવીએ. આ ઘરેલુ નુસખા કરવાથી દાંતની પીળાશ ઝડપથી દૂર થશે અને તેને કરવા માટે માત્ર પાંચ રૂપિયાનો ખર્ચ થશે. 


આ પણ વાંચો: ડાયટિંગ અને એક્સરસાઇઝ પછી પણ નથી ઘટતું વજન ? તો અપનાવો આ આદત, ઝડપથી દેખાશે રિઝલ્ટ


પીળા પડેલા દાંતને મોતી જેવા ચમકાવવા હોય તો આ ઘરેલુ નુસખો ખૂબ જ અસરકારક છે. તેને કરવાની સાથે જ તમને દાંતમાં ફરક દેખાવા લાગશે. આ નુસખો અજમાવવામા તમારે પાંચ રૂપિયાનો જ ખર્ચ કરવો પડશે. સાથે જ સમય પણ વધારે નહીં જાય..


આ નુસખો અજમાવવા માટે એક વાટકીમાં એક ઇનોનું પેકેટ લેવું. હવે તેમાં થોડું નાળિયેર તેલ ઉમેરી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટથી દાંત ઉપર પાંચ મિનિટ સુધી બ્રશ કરો. આ રીતે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત બ્રશ કરવાનું રાખો. એક અઠવાડિયું જશે ત્યાં તમારા દાંત મોતી જેવા ચમકવા લાગશે.


આ પણ વાંચો: Sun Tan: અઠવાડિયામાં બે વખત આ વસ્તુ લગાડો ચહેરા પર, તડકાના કારણે પડેલા નિશાન થશે દૂર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)