Weight Loss: ડાયટિંગ અને એક્સરસાઇઝ પછી પણ નથી ઘટતું વજન ? તો અપનાવો આ 8 આદતો, 30 દિવસમાં દેખાશે રિઝલ્ટ

Weight Loss Tips: આજે તમને એવી આદતો વિશે જણાવીએ જેને તમે અપનાવશો તો તમારું વધેલું પેટ ઝડપથી અંદર જતું રહેશે. આ 8 આદતોને અપનાવવી પણ ખુબ જ સરળ છે. તેમાં એક પણ અઘરું કામ નથી. એટલે કે તમે ખૂબ જ સરળતાથી વજન ઉતારી શકો છો. 

Weight Loss: ડાયટિંગ અને એક્સરસાઇઝ પછી પણ નથી ઘટતું વજન ? તો અપનાવો આ 8 આદતો, 30 દિવસમાં દેખાશે રિઝલ્ટ

Weight Loss Tips: વજનમાં વધારો થવો તે કોઈ નવી સમસ્યા નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યાથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થઈ ગયો છે. ખાસ કરીને જે લોકો 8થી 9 કલાકની નોકરી કરતા હોય તેવો મહત્તમ સમય બેસીને પસાર કરે છે જેના કારણે પેટ અને કમરની ચરબી ઝડપથી વધે છે. 

બેઠાડું જીવનશૈલીના કારણે વધેલું વજન હેવી વર્કઆઉટ અને સ્ટ્રીક ડાયરેક્ટ ફોલો કર્યા પછી પણ ઘણી વખત ઘટતું નથી. જ્યારે આ બંને કામ કર્યા પછી પણ શરીરની ચરબી ઉતારવાનું નામ ન લેતી હોય તો તમારે આ 8 આદતોને અપનાવવી જોઈએ. 

આજે તમને એવી આદતો વિશે જણાવીએ જેને તમે અપનાવશો તો તમારું વધેલું પેટ ઝડપથી અંદર જતું રહેશે. આ 8 આદતોને અપનાવવી પણ ખુબ જ સરળ છે. તેમાં એક પણ અઘરું કામ નથી. એટલે કે તમે ખૂબ જ સરળતાથી વજન ઉતારી શકો છો. 

વજન ઉતારવા અપનાવો આદત

1. વજન ઉતારવા માટે ડાયટિંગ કરવા કરતાં જરૂરી છે કે તમે બેલેન્સ ડાયટ પર ફોકસ કરો. 

2. વજન ઉતારવા માટે ભોજનમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે પ્રોટીનથી ભરપૂર હોય. 

3. જો તમને ઓઈલી ફૂડ ખાવાની આદત છે તો આ આદત પર કંટ્રોલ કરો. તેલ યુક્ત ભોજનને બદલે ઓછા તેલમાં પકાવેલું ભોજન કરવાની આદત પાડો. 

4. દારૂ, કોલ્ડ ડ્રિંક અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવાની આદત હોય તો તેને ટાળો. કેલેરી થી ભરપૂર આ વસ્તુઓ વજન ઘટવા દેતી નથી. 

5. ખાંડયુક્ત વસ્તુઓનું સેવન સ્થૂળતા ઝડપથી વધારે છે. તેથી વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો. 

6. આહારમાં એવા શાકભાજીનો સમાવેશ કરો જેમાં કેલેરી ઓછી હોય. આ સિવાય દિવસ દરમિયાન ડ્રાયફ્રૂટ ખાવાનું રાખો. તેનાથી કલાકો સુધી ભૂખ નહીં લાગે. ડેઇલી ડાયટમાં ફળ ખાવાનું પણ રાખો. 

7. વજન ઘટાડવું હોય તો પાણી પીવા ને લઈને પણ જાગૃત રહો. જો તમે ઓછું પાણી પીશો તો મેટાબોલિઝમ સ્લો થઈ જશે મેટાબોલિઝમને બુસ્ટ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. જો તમે હૂંફાળું પાણી પીવો છો તો તે સૌથી બેસ્ટ છે. 

8. વજન ઝડપથી ઉતારવું હોય તો દૂધવાળી ચા કે કોફી પીવાને બદલે ગ્રીન ટી કે હર્બલ ટીનું સેવન કરો. આ સિવાય નાસ્તામાં પણ ઓટ્સ જેવા હેલ્ધી નાસ્તાઓનો સમાવેશ કરો. 

આ બધું જ કરવાની શરુઆત કરવાની સાથે એક્સરસાઇઝ કરવાનું ક્યારેય સ્કીપ ન કરો. ઓછામાં ઓછી 30 મિનિટ એક્સરસાઇઝ માટે કાઢો. બસ આ 8 આદતોને અપનાવી લીધી તો 30 દિવસમાં તમને તેનું રિઝલ્ટ જોવા મળી જાશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news