અજબ-ગજબની રમતો અને તેના અજબ-ગજબ કાયદા, જાણીને તમે પણ રહી જશો દંગ

Mon, 18 Jan 2021-2:26 pm,

આ એક એવી સ્પર્ધા છે જેમાં જે વ્યક્તિ સૌધી અજીબ ચહેરો બનાવે તે આ સ્પર્ધા જીતે છે. આપને લાગતું હશે કે આ કોઈ નવી સ્પર્ધા છે, પણ આ રમત 1927થી બ્રિટેનમાં યોજાની આવી છે.

ટૂક ટૂક એટલે રિક્ષા અને પોલો રમત વિશે તો સૌ કોઈ જાણે જ છે. સામાન્ય રીતે પોલો રમત ધોડા પર રમાતી હોઈ છે. પણ શ્રી લંકામાં ધોડા પર નહીં પણ રિક્ષામાં બેસીને પોલો રમવાની રમત છે.

નાનપણમાં તમે તમારા મિત્રના હાથના અંગૂઠા સાથે લડાઈ કરી હશે. પણ અહીં આ રમતમાં તમારે તમારા પગના અંગૂઠાથી રમવાનું હોઈ છે. અને સામા વાળાના અંગૂઠાને પોતાના અંગૂઠાથી 3 સેક્ન્ડ દબાવી રાખવાનો હોઈ છે. ટો રેસલિંગની 1970થી ચેમ્પીયનશીપ પણ યોજાઈ છે.

સેપાક ટેક્રાવ ફૂટબોલ અને વોલીબોલનું મિક્સચર છે. સાથે જ આ રમતમાં માર્શયલ આટર્સની આવડત પણ ખુબ મહત્વની છે. આ રમતમાં 2 ટીમ હોઈ છે. જેમાં 3 લોકોની એક ટીમ હોઈ છે. વોલીબોલની જેમ આ રમતમાં પણ બોલને જમીન પર પડવા નહીં દેવાનો હોઈ. પણ ફરક માત્ર એટલો જ છે કે આમાં પગનો ઉપયોગ કરવાનો હોઈ છે.

આ રમત વિશે આપે હેરિ પોટરની ફિલ્મોમાં સાંભળ્યું હશે. જી હા... અમે એ જ રમતની વાત કરીએ છે. રમતતો એ હેરિ પોટર વાળી જ છે. પણ અહીં આ રમતમાં કોઈ ઉડતું ઝાડું નથી હોતું. અહીં પ્લેયર્સે ભાગીને ક્વિડીચ રમવાનું હોઈ છે.

આફ્રિકાની આ રમત હવે ધીરે ધીરે અમેરિકા જેવા મોટા દેશોમાં પણ ફેમસ થઈ રહી છે. શાહમૃગ એક એવું પક્ષી છે જે 70 KMPHની ગતિએ ભાગી શકે છે. ત્યારે લોકો આ શાહમૃગ પર બેસીને રેસ લગાવતા હોઈ છે. અને આ શાહમૃગની રેસ લોકો માટે જોવા લાયક હાઈ છે.

સોકર સાંભળો એટલે તમારા દિમાગમાં ફૂટબોલ રમત આવે. પરંતુ, જો અમે તમને કહીયે કે આગના બોલ સાથે રમવાનું તો શું આપ રમશો? વાત કરીએ ટાઈવાનની તો ત્યાં આ રમત રમાઈ છે. જેમાં એક નારિયેળને બોલ બનાવવામાં આવે અને ત્યારબાદ તેને એક અઠવાડીયા સુધી પેટ્રોલમાં ડૂબાવેલું રાખવામાં આવે અને પછી આ રમતને ફૂટબોલની જેમ ખુલ્લા પગે રમવામાં આવે છે.

ડોગ સર્ફીંગ એક અતિ ક્યુટ રમત છે. જેમાં શ્વાનોને સર્ફીંગ બોર્ડ પર પાણીમાં બેલેન્સ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ, આ શ્વાનોની એક ચેમ્પીયનશીપ યોજવામાં આવ છે.

આ રમતમાં સાઈકલ અને નાના બોલનો ઉપયોગ થાઈ છે. આ રમતમાં 2 ટીમ હોઈ છે. જે લોકો પોતાની સાઈકલના વ્હિલથી બોલને પોતાના ગોલ પોસ્ટમાં નાખે છે. અને જે ટીમ વધારે ગોલ કરે છે. તે ટીમ આ ગેમ જીતે છે.

ચીઝ રોલિંગ નામની રમત અંદાજે 200 વર્ષ જૂની રમત છે. પણ આપણે આ રમત વિશે ક્યારે સાંભળ્યું નહીં હોઈ. આ રમતમાં મોટી સંખ્યમાં લોકો ભેગા થઈ છે. અને ઈંગ્લેન્ડના કુપ્પર પહાડ પર ભેગા થાઈ છે. અને પહાડ પરથી એક જ્જ મોટા ચિઝના ગોલ આકારના ટૂકડાને નીચે નાખે છે અને હજારો લોકોએ ચીઝ પાછળ તેમે પકડવા માટે ભાગે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link