શું ખરેખર પનોતી છે આ 5 સ્ટાર કિડ્સ? તેઓ જે ફિલ્મમાં હોય છે તે જાય છે ફ્લોપ

Sat, 03 Jun 2023-11:33 am,

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેની લગભગ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. અનિલ કપૂરની દીકરી હોવાને કારણે તેને ફિલ્મો મળતી હતી પણ ફિલ્મો ચાલી શકી નહીં. આ સોનમનું દુર્ભાગ્ય કહેવાશે કે આટલું બધું હોવા છતાં તે બોલિવૂડમાં પોતાનો સિક્કો નથી જમાવી શકી.

અનન્યાએ કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યર 2 ( Student of the Year 2)થી બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. આ પછી અનન્યા ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અનન્યાની અગાઉની ફિલ્મ લાઈગર બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. સમાચાર અનુસાર, ઇન્ડસ્ટ્રીના નિર્દેશકો અભિનેત્રીની એક્ટિંગથી બિલકુલ ખુશ નથી. જેના કારણે અનન્યાને ફિલ્મોની ઓફર મળી રહી નથી.

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન વાસ્તવિક જીવનમાં રાજકુમારી છે. તે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સારાએ કેદારનાથ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેનું ડેબ્યુ ખૂબ જ જોરદાર હતું, પરંતુ તે પછી તેની ઘણી ફિલ્મો ફ્લોપ રહી. જેના કારણે સારાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે 2 જૂને સારા અને વિકીની ફિલ્મ જરા બચકે બરા હટકે રીલિઝ થઈ છે. 

જ્હાન્વી કપૂરે ફિલ્મ 'ધડક'થી લોકોના દિલ જીતી લીધા હતા, પરંતુ આ ફિલ્મ પછી તેણે સતત ફ્લોપ ફિલ્મ આપી છે. તેની ફ્લોપ ફિલ્મોની યાદી થોડી વધારે લાંબી છે.

તેણે ફિલ્મ 'ઈશકઝાદે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અભિનેત્રીની એક પણ ફિલ્મ એવી નથી જે ચર્ચાનો વિષય બની હોય. સતત ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ અભિનેત્રી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link