10 પોઈન્ટમાં સમજો કોવિશિલ્ડ વેક્સીનના તમામ અપડેટ, સિવિલ હોસ્પિટલના તબીબે કર્યો મોટો ખુલાસો
કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થવાના સમાચારથી હાહાકાર મચી ગયો છે. દેશમાં ચૂંટણીના માહોલમાં લોકો રાજકીય પક્ષોની વાત છોડી ફક્ત વેક્સિનથી થતી આડઅસર અને હાર્ટઅટેકના ખતરાની વાત કરી રહ્યા છે. દેશમાં વેક્સિનથી હાર્ટ અટેક આવતો હોવાની વાત દરેક લોકો કરી રહ્યા છે. જો કે સરકાર પહેલા પણ કહી ચૂકી છે કે વેક્સિનથી હાર્ટઅટેક આવતુ નથી. બ્રિટેનમાં એસ્ટ્રાઝેનેકા કંપનીએ હાઈકોર્ટમાં સ્વીકારી લીધુ છે કે વેક્સિન લીધા બાદ આડઅસર થાય છે. લોહાની ગઠ્ઠા બંધાઈ જવાની પણ શક્યતાઓ છે. બ્રિટેનમાં કેટલાક લોકોએ વળતરની માગ પણ કરી છે.
જો કે આ સમાચાર બાદ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં 80 કરોડથી વધુ લોકોએ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન લીધી છે. એસ્ટ્રાઝેનેકા કંપની ભારતમાં કોવિશિલ્ડના નામે ઓળખાય છે, ભાjતમાં સિરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ આ વેક્સિનનું નિર્માણ કરે છે. જો કે ભારતમાં વેકસિનથી હજુ સુધી કોઈનું મૃત્યુ નથી થયું ના કે હાર્ટ એટેક આવ્યો છે. આડઅસર એક લાખ વ્યકિતઓમાંથી કોઈ એકને થવાની સંભાવના રહેલી છે. વેક્સિનની આડઅસરથી ગભરાવવાની જરૂર નથી. વેક્સિન લીધાને ભારતમાં બે વર્ષ થઈ ગયા છે.
દેશભરમાં હાલમાં કોવીશીલ્ડ વેક્સીન મામલે અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. લોકોમાં વેક્સીન લીધા બાદની આડઅસરોને લઈને એક પ્રકારની ગભરાટ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે લોકોની બિલકુલ પણ ચિંતા ન કરવાનું ભારપૂર્વક કહ્યું છે. આ મામલે તેમણે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે, વેક્સીન લીધા બાદ મોત થવા કે અન્ય કોઈ મુશ્કેલી થવી એ વાતમાં કોઈ તથ્ય નથી. લોકોને અપીલ અને વિનંતી છે કે કોઈએ ગભરાવવાની જરૂર નથી અને ખોટી માહિતી ફેલાવવી નહિ. યુવાઓમાં મોતના અનેક કારણો છે. જેમાં વ્યસન, ફાસ્ટફૂડ, મોટાપો, ચિંતા સહિતના કારણો મોત માટે જવાબદાર છે. તેથી મોત અને વેક્સિનને લિંક કરવાની કોઈ જરૂર નથી.
તો બીજી તરફ, કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે વેક્સિન પર સવાલો ઉઠાવ્યા છે. વેક્સિનની આડઅસર પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આપણા દેશમાં વેક્સિનના પેરામીટરનો કોઈ ડેટા નથી. WHOએ આડઅસર વિશે જણાવ્યુ હતું. WHOની ચેતવણી બાદ પણ સરકારે કોઈ ચિંતા નથી કરી. વેક્સિનના કારણે હાર્ટઅટેકના કેસ વધ્યા છે. મે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે આ બાબતે કોઈ ચર્ચા થવા દીધી નહોતી. કોવિશિલ્ડથી શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે. એસ્ટ્રાઝેનેકાએ રસીથી આડઅસરની વાત સ્વીકારી છે.