Pics : મહેસાણાનું મંડળ અંબાજીમાં 121 ફૂટ લાંબી ધજા ચઢાવશે, દૂરથી ભક્તો ધજામાં કરાયેલું ખાસ વર્ક પણ જોઈ શકશે
ભાદરવી પૂનમ પર હજારો લોકો પગપાળા અંબાજી ખાતે મા અંબાને નવરાત્રિનું નોતરું આપવા પહોંચી જાય છે. ગુજરાતભરમાં લાખો લોકો મા અંબાને વિશેષ આમંત્રણ આપવા જાય છે. મા અંબા માટે નેજા ધજા અને કંકુ સહિતની ભેટ સોગાતો પણ લઇ જવામાં પાછી પાની કરતા નથી. પણ આ વખતે માં માટે એક વિશેષ નેજો (ધજા) મેહસાણામાં બનાવવામાં આવી રહ્યો છે, જે મેહસાણાના એક મિત્ર મંડળ ગ્રુપ દ્વારા બનાવાઈ રહી છે. જે રસિકભાઈ પટેલ નામની વ્યક્તિ દ્વારા પુત્રની બાધાના ભાગ સ્વરૂપે તૈયાર કરાઈ છે. 40 કરતા વધુ ભક્તો દ્વારા આ ધજાને અંબાજી સુધી લઈ જવામાં આવશે. આ ધજાની લંબાઈ 121 ફૂટ અને તેનું વજન આશરે 50 કિલો છે. તેની અંદાજિત કિંમત 20 હજારને પણ આબી જશે. આ ધજા ભક્તો દ્વારા મહેસાણાથી ચાલીને અંબાજી મંદિરે પૂનમના દિવસે ચઢાવવામાં આવશે.
મેહસાણામાં દર વર્ષે એક ધજા 51 ફૂટની નીકળે છે અને દર વર્ષે આ પાટીદાર પરિવાર નવરાત્રિમાં મા અંબાને નોતરું આપવા માટે જાય છે. જેમાં વિવિધ ભક્તો સંઘમાં જોડાય છે. આ ધજા બનાવવાનું કારણ એ છે કે નરસિંહભાઇના પરિવારમાં પુત્રનો જન્મ થયો હતો અને તેની બાધાના પગલે આ 51 ગજની ધજા એટલે કે 121 ફૂટની ધજા લઈને આ પરિવાર બાધા પૂરી કરશે. આ ધજા આજે તૈયાર થઈ રહી છે અને 121 ફૂટે આ સંપૂર્ણ ધજા બનશે. જેમાં 11 થી વધુ વ્યક્તિ આ ધજા નીચે પાડ્યા વિના મહેસાણાથી નીકળીને અંબાજી પહોંચશે. જેને બનવવા માટે કારીગરે 15 દિવસની મહેનત કરી છે. સુહાગ શુક્લ રોજના 5 કલાક કરતા વધુ સમય આ ધજા માટે ફાળવીને ધજા તૈયાર કરી રહ્યાં છે. જેમાં એક ત્રિશુલ, જય અંબે લખાણ અને મા અંબાની ખાસ આકૃતિ શણગાર સાથે તૈયાર કરવામાં આવી છે. બે ભાગમાં આ ધજા બનાવવા માટે અંદાજે 15 દિવસનો સમય ગયો છે. મા અંબાના શિશમાં આ ધજાને ભાદરવી પૂનમે વાજતે ગાજતે સારા ચોઘડિયામાં શિરોમાન્ય કરશે.
15 દિવસ કરતા વધુ સમયમાં તૈયાર થયેલ આ ધજા અને નેજાને બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મા અંબાના ચાચર ચોકમાં આ નેજો એક મોરપીંછ સ્વરૂપે દ્રશ્યમાન સુવર્ણ શિખરે જોવા મળશે.