રાશિ ભવિષ્ય 2025: તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ, જાણો તમારૂ વાર્ષિક રાશિફળ
તુલા રાશિ : વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિ નો ગુરુ તમારી રાશિ થી આઠમા સ્વાનમાં થી ભ્રમણ કરશે જેથી નોકરી વેપાર માં નુકશાની રૂકાવટ કે . આર્થિક-શારીરિક નુકસાનના યોગ બને આરોગ્ય નું ધ્યાન રાખવું મોટા સાહસ થી દુર રહેવું
તા.૧૪-૦૫-૨૦૨૫થી મિથુન રાશિ નો ગુરુ તમારી રાશિ થી નવમાં ભાગ્યભાવે આવશે. જે સુખ સફળતા અને લાભ ના યોગ ઊભા કરે ભાગ્યોદય જેવા કાર્યો થાય વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય પારિવાર માં શુભ પ્રસંગો આવે ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થાય
વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. જે આર્થિક બાબતે અશુભ પરિણામ આપે નાની મોટી નુકશાની થઇ શકે ધંધા નોકરીનાં રૂકાવટ આવે સંતાનો અંગે ના પ્રશ્નો ઉભા થાય
તા.૨૯-૦૩-૨૦૨૫થી મીન રાશિ નો શનિ તમારી રાશિ થી છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે જે દરેક કાર્યો માં સફળતા મેળવી આપે રોકાયેલા કાર્યો પૂરા કરે કોર્ટ કચેરી માં જીત આપે આરોગ્ય માં સુધારો કરે શત્રુ પર વિજય પ્રાપ્ત કરાવે.
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆત માં મિશ્ર ફળદાથી ગણાય પરંતુ માર્ચ ૨૦૨૫ બાદ સારો સમય શરૂ થાય જે રોકાયેલા કર્યો પૂરા કરે સુખ શાંતિ ની પ્રાપ્તિ કરાવે.
વિદ્યાર્થીઓ માટે :- આ વર્ષ ની શરૂઆત કસોટીમય ગણાય ખૂબ મહેનત કરવી જરૂરી આત્મવિશ્વાસ થી અભ્યાસ કરશો તો સારું પરિણામ મળશે માર્ચ ૨૦૨૫ થી સમય વર્ષ સારું ગણી શકાય.
વૃશ્ચિક રાશિ : વર્ષની શરૂઆતમાં વૃષભ નો ગુરુ તમારી રાશિ થી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધા માં લાભ રાજ સન્માન યસ પ્રતિષ્ઠા સાથે કાર્ય સફળતા ના યોગ અહીં તે સારું ફળ આપનાર છ લગ્ન યોગ ઊભા થાય ઘરમાં માંગલિક કાર્યો આવે
તા.૧૪-૫-૨૦૨૫થી મિથુન નો ગુરૂ તમારી રાશિ થી આઠમા સ્થાનમાં આવશે જે શારીરિક તકલીફ આપી શકે ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે નોકરી વ્યવસાય માં આકસ્મિક સમસ્યા થઈ શકે એકંદરે સમય શાંતિથી પસાર કરવો એમ9તા સાહસ થી બચવું
વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારી રાશિ થી ચોયા સુખભાવે રહેશે નુકશાની અને શત્રુ તા માં યોગ ઊભા કરે છે નોકરી વ્યવસાય ઘર પરિવારમાં વાદ વિવાદ થી દૂર રહેવું. કોર્ટ કચેરી થી બચવું નહીં હોય તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડે, શેર-શટા જેવા કાર્યોથી દૂર રહેવું, આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે
તા.૨૯-૦૩-૨૦૨૫થી મીન રાશિ નો શનિ તમારી રાશિ થી પાંચમા સ્થાનમાં રહેશે જે પણ આર્થિક બાબતો માટે અશુભ ગણાય શારીરિક તકલીફો આપી શકે સંતાન ના પ્રશ્નો ઉભા થાય ખર્શ પર કાબૂ રાખવો ધીરજ પૂર્વક સમય પસાર કરવો
સ્ત્રીઓ માટે : આ વર્ષ સંઘર્ષ ભર્યું પસાર થાય ઘર પરિવાર કે દામત્ય જીવન માં વિવાદો થી દુર રહેવું નોકરી માં ટકી રહેવું પેટ-આંતરડા કે પાચન ની નાની-મોટી તકલીફ થઈ શકે આર્થિક તંગી રહ્યા કરે ખર્ચ પર કાબૂ રાખવો
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ શરૂઆતે ફાયદા કારક સારું છે વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય તમારા કાર્યો સફળ થતાં જણાય મે ૨૦૨૫ થી અભ્યાસ માં ધ્યાન વધુ આપવું થોડો કઠિન સમય શરૂ થાય એકંદરે સારું વર્ષ ગણાય
ધન રાશિ : વર્ષની શરૂઆતમાં વૃષભ નો ગુરુ તમારી રાશિ થી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ ફળદાયી ગણાય નોકરી વ્યવસાય માં અણબનાવ નુકશાન થઈ શકે આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે.
તા.૧૪-૦૫-૨૦૨૫થી મિથુન રાશિ નો ગુરૂ તમારી રાશિ થી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે વેપાર ધંધા નોકરીમાં આવક વધશે કામ સફળ થશે સંબંધો મધુર થશે તબિયત સારી થશે લગ્ન ઈચ્છુ કોના લગ્નના યોગ ઉભા થાયદાંપત્ય જીવનમાં મધુરતા આવે યસ નામ ની પ્રાપ્તિ થાય.
વર્ષ ની શરૂઆત માં કુંભ રાશિ નો શનિ તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે વેપાર ધંધા નોકરીમાં સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત કરવશે આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવે તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે સારો ધન લાભ થાય તેમજ કાર્યો માં સફળતા પ્રાપ્ત થાય સમાજ માં પ્રતિષ્ઠા વધે
તા. ૨૯-૦૩-૨૫થી શનિ તમારી રાશિ થી ચોથા સુખસ્યાને આવશે જે માતા- પિત સાથે અણબનાવ ઊભો કરે નહિ તેની કાળજી રાખવી , આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો એકાએક સામનો કરવો પડે. શેર-સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવું નુકશાની વેઠવી પડે
સ્ત્રીઓ માટે : આ વર્ષની શરૂઆત ઘણી શુભ થાય સામાજિક કાર્યો માં યશ નામ થાય નોકરિયાત બહેનો ને કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ રહે. ૨૯ માર્ચ ૨૦૨૫ પછી નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિ થી પસાર કરવો ખર્ચ પર કાબૂ રાખવો.
વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆત માં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ ૨૦૨૫ થી ઉત્તમ સમય શરૂ થશે જે અભ્યાસ માં સફળતા તેમજ અભ્યાસ અંગે વિદેશ જવામાં સફળતા મળે
મકર રાશિ : વર્ષની શરૂઆતમાં વૃષભ નો ગુરુ તમારી રાશિ થી પાંચમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી તેમજ વ્યવસાય માં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિ ના યોગ ઊભા કરશે જીવન માં સુખ સફળતા મળે સંતાનો ના પ્રશ્નો હલ થાય નોકરીમાં પ્રમોશનના યોગ થાય વિદેશ જવાનું સપનું પૂરું થાય
તા. ૧૪-૫-૨૦૨૫થી મિથુન રાશિ નો ગુરુ તમારી રાશિ થી છઠ્ઠા રોગ-શત્રુભાવે આવે જે શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસ ઘાત ના યોગ બનાવે નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું આવક ઘટે
વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારી રાશિ થી બીજા ધનભાવે ભ્રમણ કરે છે અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે શારીરિક -માનસિક ચિંતા બેચેની આપે તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડે ઉતરતી પનોતી માં ધીરજ પૂર્વક સમય પસાર કરવો મોટા સાહસ કે મોટા ખર્ચ થી બચવું કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે
તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે રોકાયેલા કાર્યો પૂરા થશે લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે ફરી સાહસિક કર્યો દ્વારા પ્રગતિ થશે વેપાર ધંધા નોકરીમાં ધન લાગતા યોગ ઊભા થશે એકંદરે સારી સફળતા મળે યશ નામ મળે
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆત એ બેચેની ચિંતા અને તકલીફો લાવનારું બને. પરંતુ માર્ચ ૨૦૨૫ થી તમામ સમસ્યાઓનો અંત આવે સારા ધન યોગ ઉભા થાય ક્લેશ દૂર થાય રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ ની શરૂઆત ઉત્તમ થવાની છે સફળતા મળશે થોડું પરિશ્રમ કરવાવાળું વર્ષ ગણાય માર્ચ ૨૦૨૫ બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશેખૂબ વધુ મહેનત બાદ સફળતા મેળવી શકશો વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે
કુંભ રાશિ: વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિ નો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે સફળતા પ્રાપ્તિ કરાવે કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ કરાવે જમીન મિલકત પ્રોપર્ટીના લાભ કરાવે
તા. ૧૪-૫-૨૦૨૫થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવરો જે સુખ સફળતાના યોગ ઊભા કરે સંતાન પ્રાપ્તિના યોગ થાય બાળકોના પ્રશ્નો પુરા થાય ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બને
વર્ષની શરૂઆતમાં કુંભ ના શનિ થી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાપે છાતી પરથી પસાર થશે જે વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મી દાયક કે ધન દાયક ગણી પરંતુ પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે
તા. ૨૯-૦૩-૨૫ થી શત્તિ તમારી રાશિ થી બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો તઠાલકો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે વારસાગત લાભ અપાવે જમીન મકાન પ્રોપર્ટી થી ધન લાભ થાય શનિ ઉપાસના શરૂ રાખવી વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખવો
સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યા દૂર થશે
વિદ્યાર્થીનો માટે : આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા એવું નિશ્ચિત સ્થળ આપશે ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે પાસ થવામાં મુશ્કેલી નહીં રહે પરંતુ માર્ક ઓછા રહેશે ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળે એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે
મીન રાશિ : વર્ષની શરૂઆતમાં વૃષભ નો ગુરુ તમારી રાશિ થી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને નાનો મોટો ફ્લેશ થાય થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય
તા. ૧૪-૦૫-૨૦૨૫થી મિથુન રાશિ નો ગુરુ તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો થશે માલ મિલકત વધશે મકાન વાહન ગાડી સુખ વધશે વૈભવ માં વધારો થઈ શકે યસ પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ કરાવે
વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારા બારમા વ્યયસ્થાને આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાસે માંથા પરથી પસાર થાય છે જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવી વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે પનોતી નો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી શનિદેવની ઉપાસના કરવી સમય શાંતિથી પસાર કરવો ખૂબ મોટા સાહસો થી બચવું ઉતાવળિયા નિર્ણયો ના લેવા
તા.૨૯-૦૩-૨૫થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે ખૂબ મોટા સાહસો થી બચવું શાંતિથી સમય પસાર કરવો ખર્ચ પર કાબુ રાખવો થોડી ઘણી કસોટી નો સમય ગણી શકાય શની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘા સોય થી ટડી જશે શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે કોઈનું અહિત નહીં કરો ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે
સ્ત્રીઓ માટે : આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચરની રહ્યા કરે તેમણે પણ શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી કૌટુંબી ક્લેશથી દૂર રહેવું કચેરીથી બચવું. ખર્ચ પર કાબુ રાખવો. મિશ્ર ફળ ગણી શકાય કૌટુંબિક તકલીફો કે મનદુઃખના પ્રસંગો બને માનસિક શાંતિ રાખવી
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ શરૂઆતની કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય પરંતુ આ વર્ષ થોડી ઘણી વધુ મહેનત માગી લે તે પ્રમાણે મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં
તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસા કરવા ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જેવું હોય તો ઉતાવળિયા નિર્ણય ન લેવા ધીમે ધીમે પ્રયત્ન કરવા સફળતા પ્રાપ્ત થશે