ગુજરાતના આ શહેરમાં મળી રહ્યું 5.5 લાખમાં 2BHK ઘર! ઓફર સાંભળતા જ દોડ્યા લોકો
વડોદરામાં ઘરનું ઘર મેળવવા લોકોની લાંબી લાઈન લાગી છે. કોટક મહિન્દ્રા બેંકની તમામ બ્રાન્ચો પર લાંબી લાઈન લાગી છે. સુભાનપુરામાં આવેલ કોટક મહિન્દ્રા બેંકની બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા.
વુડા દ્વારા 5.50 લાખ રૂપિયામાં 2BHK ઘરની જાહેરાત કરવામાં આવી હતી. 20 જાન્યુઆરી સુધી આ ફોર્મ મળી રહેશે. વડોદરામાં EWS ના 103 ખાલી મકાન સામે 1000થી વધુ ફોર્મનું વેચાણ થયું છે.
જોકે બીજી તરફ, બેંકમાં ફોર્મની અછતના કારણે લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે. વુડા વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ મૂકે તો લોકોને લાઈનમાંથી છુટકારો મળી શકે છે તેવુ લોકોનું કહેવું છે.
સસ્તા ઘર માટે સવારે 4 વાગ્યાથી લોકો લાઈન લગાવવા ઉભા રહે છે. 103 મકાન મેળવવા લાખો લોકો ફોર્મ ઉપાડી રહ્યાં છે.