Relationship Tips: દર વખતે બેડ પર ચરમસુખનો કરવો હોય અનુભવ તો કામસૂત્રની આ 3 વાતો દરેક કપલે રાખવી યાદ
કામસૂત્રમાં એવી કેટલીક જરૂરી જાણકારી આપવામાં આવી છે જે મહિલા અને પુરુષ બંનેને ખબર હોવી જોઈએ. મહિલા અને પુરુષ જો આ બાબતોથી જાણકાર હશે તો તેઓ લગ્નજીવનને વધારે રોમાંચક બનાવી શકે છે. સાથે જ દર વખતે તેઓ ચરમસુખ પ્રાપ્ત કરી શકે છે.
કામસૂત્રમાં કિસિંગને લઈને વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે. કામસૂત્ર અનુસાર શારીરિક સંબંધો પહેલા પાર્ટનરને આરામથી કિસિંગ કરીને ઉત્તેજિત કરવાથી આનંદ વધારે આવે છે. કામસૂત્ર અનુસાર દરેક વ્યક્તિના શરીરમાં એક વીક પોઇન્ટ હોય છે જ્યાં કિસ કરીને તમે પાર્ટનરને ઈચ્છાઓ જગાવી શકો છો.
કામસૂત્ર અનુસાર શારીરિક સંબંધો દરમિયાન મહિલા એક કરતાં વધુ વખત ઓર્ગેઝમ અનુભવ કરી શકે છે જેના કારણે તેને એક વખત સંબંધમાં આવ્યા પછી પણ સંબંધની ઈચ્છા થાય છે જ્યારે પુરુષ એક વખત ઓર્ગેઝમ અનુભવ કરે પછી તે એનર્જી ગુમાવી બેસે છે તેથી પુરુષોએ પહેલા પોતાના પાર્ટનરને ઓર્ગેઝમ સુધી પહોંચાડવાની વાતને મહત્વ આપવું જોઈએ. આમ કરવાથી બંને ચરમસુખ અનુભવી શકે છે.
કામસૂત્ર અનુસાર શારીરિક સંબંધોનો આનંદ લાંબા સમય સુધી લેવો હોય તો સેક્સ પહેલા પાર્ટનરની સાથે રોમેન્ટિક વાત કરો, કિસ કરો, ફોર પ્લે કરો જેથી પાર્ટનર ઉત્તેજિત થાય અને બેડ પર બંને વ્યક્તિ આનંદ માણી શકે.