IPL ઈતિહાસઃ ભારતીય ટી20 લીગમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટોપ-5 બેટ્સમેન
ભારતના ડાબા હાથના બેટ્સમેન શિખર ધવને આઈપીએલમાં અત્યાર સુધી 159 મેચ રમી છે. તેની 158 ઈનિંગમાં ધવનના નામે 4579 રન નોંધાયેલા છે. ધવને આ દરમિયાન 37 અડધી સદી ફટકારી છે. શિખરે આઈપીએલ દરમિયાન 524 ચોગ્ગા ફટકાર્યા છે. તે આ લીગમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ખેલાડીઓમાં પ્રથમ સ્થાને છે. ધવનના નામે આઈપીએલમાં 96 છગ્ગા પણ નોંધાયેલા છે.
ચેન્નઈ સુપર કિંગ્સના ખાસ ખેલાડી અને મિસ્ટર આઈપીએલના નામથી જાણીતા રૈનાના નામે આ લીગના ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. રૈના આઈપીએલમાં શરૂઆતથી જોડાયેલો છે. રૈનાએ આ દરમિયાન કુલ 193 મેચની 189 ઈનિંગમાં 5368 રન બનાવ્યા છે. તેણે એક સદી અને 38 અડધી સદી ફટકારી છે. રૈનાના નામે 493 ચોગ્ગા નોંધાયેલા છે. તો તેણે આઈપીએલમાં 194 છગ્ગા પણ ફટકાર્યા છે. તે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ખેલાડીઓમાં બીજા સ્થાને છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સને બે વખત ચેમ્પિયન બનાવી ચુકેલ ગૌતમ ગંભીરે આઈપીએલ કરિયરમાં કુલ 154 મેચ રમી હતી. ગંભીરે તેની 152 ઈનિંગમાં 4217 રન બનાવ્યા છે. ગંભીરે આ દરમિયાન 36 અડધી સદી ફટકારી છે. ભારતની ટી20 લીગમાં ગંભીરના નામે એકપણ સદી નથી. ગંભીરે આઈપીએલમાં અત્યાર સુધી 491 ચોગ્ગા ફટકાર્યા છે અને તે ત્રીજા સ્થાને છે.
ભારતીય ટીમના કેપ્ટન અને આરસીબીની કમાન સંભાળી રહેલ વિરાટ કોહલી ટી20 લીગમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવા મામલે ચોથા સ્થાને છે. વિરાટે આઈપીએલની 177 મેચની 169 ઈનિંગમાં 5412 રન બનાવ્યા છે. જેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી ફટકારી છે. વિરાટે આ દરમિયાન કુલ 480 ચોગ્ગા અને 190 છગ્ગા ફટકાર્યા છે.
ડેવિડ વોર્નર આઈપીએલમાં સૌથી સફળ વિદેશી ખેલાડી છે. આ સાથે તેની એવરેજ અને સ્ટ્રાઇક રેટ પણ દમદાર છે. વોર્નરે આઈપીએલમાં અત્યાર સુધી 126 મેચની 126 ઈનિંગમાં 4706 રન બનાવ્યા છે. તેણે ટૂર્નામેન્ટમાં ચાર સદી અને 44 અડધી સદી ફટકારી છે. જો ચોગ્ગાની વાત કરવામાં આવે તો વોર્નરે આઈપીએલમાં અત્યાર સુધી 458 ચોગ્ગા ફટકાર્યા છે. તો તેના નામે 181 છગ્ગા પણ છે. વોર્નર ચોગ્ગા ફટકારવાના મામલામાં ચોથા સ્થાન પર છે.