Constipation: કબજિયાતનો રામબાણ ઈલાજ છે આ 5 વસ્તુ, રાત્રે ખાવ અને સવારે પેટ સાફ

Thu, 16 May 2024-2:47 pm,

જો કબજિયાત રહેતી હોય તો રાત્રે સુતા પહેલાં ગરમ દૂધમાં અથવા તો પાણીમાં એક ચમચી ઇસબગુલ પલાળીને પી જવું. ઇસબગુલમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે મળને નરમ બનાવે છે અને સવારે મળ ત્યાગ સરળતાથી થાય છે. 

લાંબા સમયથી કબજિયાત હોય તો કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આંતરડામાં જામેલો મળ પણ છૂટો પડીને નીકળી જાય છે. તેના માટે રાત્રે હુંફાળા પાણીમાં એક ચમચી કેસ્ટર ઓઇલ મિક્સ કરીને પી જવું. સવારે પેટ સાફ આવી જશે. 

કબજિયાતથી છુટકારો મેળવવા માટે રાતના સમયે ત્રિફળા ચૂર્ણ પણ લઈ શકાય છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને પાચનતંત્ર દૂરસ્ત રહે છે. રાત્રે સુતા પહેલાં હુંફાળા પાણી સાથે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી પેટ સાફ આવે છે. આ તમને મોટો લાભ આપે છે.    

અળસીના બી પણ કબજિયાતને દૂર કરવામાં અસરકારક છે. અળસીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે. અળસીનું સેવન નિયમિત પણ કરી શકાય છે તેનાથી આંતરડા સાફ થાય છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે. રાત્રે હુંફાળા પાણી સાથે એક ચમચી શેકેલી અળસી ખાઈ લેવી જોઈએ. 

કબજિયાતથી છુટકારો મેળવવો હોય તો રાત્રે દૂધમાં કિસમિસ ઉકાળીને ખાવી જોઈએ. એક ગ્લાસ દૂધ ઉકાળી તેમાં 8થી 10 કિસમિસ ઉમેરી ત્યાર પછી તેનું સેવન કરવું. દૂધ સાથે કિસમિસ લેવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત મટે છે. જે તમને મોટો ફાયદો કરાવી શકે છે.

ડિસ્કલેઈમર : Zee 24 kalak આ બાબતેની કોઈ પુષ્ટી કરતું નથી, તમારે કોઈ પણ ઉપાય કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link