Heart Attack: હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ કરશો તો ગુમાવશો જીવ
હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. જેમકે દરરોજ તમારા પગમાં સોજા રહેતા હોય તો તે હાર્ટની સમસ્યાની નિશાની હોઈ શકે છે.
હાર્ટ એટેકના દર્દીઓમાં ઘણા લક્ષણો જોવા મળે છે. તમે શ્વસન સંબંધી લક્ષણો હાર્ટ પ્રોબ્લેમમાં જોઈ શકો છો. શ્વાસ લેવામાં તકલીફ હાર્ટ એટેકનું લક્ષણ હોય છે.
જો તમને વારંવાર ચક્કર આવે છે તો તમારે સમજી લેવું જોઈએ કે કોઈ સમસ્યા છે. હાર્ટ એટેક આવવાના મહિનાઓ પહેલાથી તમને આ સમસ્યા થતી રહે છે.
હાર્ટ એટેકના શરૂઆતના લક્ષણોમાં તમને કાન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જેમાં કાન ભારે થઈ ગયા હોય તેમ લાગે છે.
જો તમે થોડા સમયથી તમારા હૃદયના ધબકારામાં ફેરફાર અનુભવી રહ્યા હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ.