Food: આ 5 ફૂડ વધારે છે શરીરની એનર્જી, આ વસ્તુઓ ખાશો તો આખી રાત ગરબા રમશો તો પણ થાકશો નહીં
વ્રત હોય તો મખાના ખાઈ શકાય છે અને મખાના કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને એનર્જી પણ જળવાઈ રહે છે. મખાનાને તમે દેશી ઘીમાં રોસ્ટ કરીને ખાઈ શકો છો.
નવરાત્રીનું વ્રત કર્યું હોય અને શરીરમાં એનર્જી જાળવી રાખવી હોય તો ભૂખ લાગે ત્યારે ડ્રાયફ્રૂટનું સેવન કરવું. ડ્રાયફ્રુટ ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. ડ્રાયફ્રુટને પણ ઘીમાં રોસ્ટ કરીને ખાઈ શકાય છે.
વ્રત દરમ્યાન કાકડી, દૂધી સહિતના લીલા શાકભાજી ખાઈ શકાય છે. આ શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેને ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી
વ્રત દરમિયાન કીવી, સંતરા, કેળા, નાળિયેર વગેરે ફળનું સેવન વધારે કરવું જોઈએ. આ બધા ફળ ખાવાથી હેલ્થ સારી રહે છે અને શરીરને એનર્જી પણ મળે છે.
સાબુદાણા ખાવા સૌથી બેસ્ટ છે. તેનાથી પાચન ક્રિયા પણ સારી રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાબુદાણા ખાવાથી શરીરને એનર્જી પણ મળે છે. સાબુદાણાની ખીચડી અથવા તો ખીર બનાવીને વ્રતમાં ખાઈ શકાય છે