Bad Cholesterol: આ 5 લીલા પાન દવાથી કમ નથી, નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો કરી દેશે સફાયો
સરગવાના પાનમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડનાર ગુણ હોય છે. તેમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે. તે ધમનીઓને સાંકળી થતી અટકાવે છે. સરગવાના પાનને પાણીમાં ઉકાળીને કે ચટણી બનાવીને ખાઈ શકાય છે.
તુલસીના પણ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. નિયમિત તુલસીના પાન ચાવીને ખાઈ શકાય છે તેનો રસ પી શકાય છે અને તેની ચા બનાવીને પણ પી શકાય છે.
કડવા લીમડામાં પણ ઔષધીય ગુણ હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. લીમડાનો રસ કાઢીને રોજ પી શકાય છે અથવા તો તેને પાણીમાં ઉકાળીને પીવાથી પણ લાભ થાય છે.
શાક સાથે ફ્રીમાં મળતો મીઠો લીમડો ફાઇબરથી ભરપૂર હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મીઠા લીમડાના 5 પાન રોજ સવારે ચાવીને ખાઈ શકાય છે.
મેથીના પાન જેને મેથીની ભાજી તરીકે આપણે વધારે ઓળખીએ છીએ તે પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મેથીના પાનનો રસ કાઢીને પી શકાય છે અથવા તો શાક તરીકે તેનું સેવન કરી શકાય છે.