Sugar Alternatives: ખાંડનો હેલ્ધી વિકલ્પ છે આ 5 વસ્તુઓ, ખાંડને બદલે વાપરવાથી ડાયાબિટીસ અને વધારે વજનની ચિંતા થશે દુર

Mon, 11 Dec 2023-12:10 pm,

સાકર ખાંડ જેવી જ દેખાય છે પરંતુ તે ઝીણા ટુકડામાં નહીં પરંતુ મોટા ટુકડામાં હોય છે. સાકર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે જે શ્વાસ છે ને ફાયદો કરે છે. 

કોકોનટ સુગર ખાંડની સરખામણીમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.. તે સરળતાથી પચી જાય છે અને તેમાં પણ આયોજન અને જરૂરી મિનિટેબલ્સ હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે જેથી તે બ્લડ સુગર લેવલને વધારતી નથી. તમે કોકોનટ સુગરને પણ દૂધ કે અન્ય વસ્તુઓમાં ખાંડને બદલે ઉપયોગમાં લઈ શકો છો.

ખજૂર કુદરતી રીતે મીઠું ફળ છે અને તેમાંથી તૈયાર થતી ખાંડ પણ શરીર માટે ફાયદાકારક છે. ખજૂરમાંથી ખાંડ તમે ઘરે પણ બનાવી શકો છો તેના માટે ખજૂરને સુકવી અને તેને બરાબર રીતે શેકી તેનો પાવડર કરી લેવો. આ ખાંડનો ઉપયોગ કરવાથી બ્લડ સુગર તેમજ બેડ કોલેસ્ટ્રોલ વધતું નથી.

મધ સ્વાદમાં મીઠું અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ખાંડના વિકલ્પ તરીકે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો.. મધ પાચન માટે પણ સારું ગણાય છે અને તેનાથી બ્લડ સુગર લેવલ પણ વધતું નથી. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને તે ઝડપીને પણ ઓગાળે છે.

ગોળ ખૂબ જ ગુણકારી છે. ખાંડને બદલે જો તમે ગોળનો ઉપયોગ કરો છો તો તે સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. ગોળ એક નેચરલ બ્લડ પ્યુરીફાયર છે જેનું નિયમિત સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને લીવર પણ ડિટોક્ષ થાય છે.

સ્ટીવિયા એક નેચરલ સ્વીટનર છે જેમાં ઝીરો કેલરી હોય છે. સ્ટીવિયા પ્લાન્ટના પાનમાંથી આ ખાંડ બને છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટીવિયા ખૂબ જ ચલણમાં છે. ખાંડની સરખામણીમાં સ્ટીવિયા એટલા માટે ફાયદાકારક છે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઝીરો હોય છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link