હેડ કોચ ગંભીર ચમકાવશે આ 5 ખેલાડીઓનું ભાગ્ય, ટીમ ઈન્ડિયામાં પ્રવેશતા કોઈ નહીં રોકી શકે!

Tue, 09 Jul 2024-10:21 pm,

બીસીસીઆઈએ ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બનાવી દીધા છે. પૂર્વ ભારતીય ઓપનર ગંભીરનું હેડ કોચ બનવાનું પહેલા જ નક્કી થઈ ગયું હતું. બીસીસીઆઈએ માત્ર તેની સત્તાવાર જાહેરાત કરી છે. ગંભીરની કોચિંગ કરવાની પોતાની સ્ટાઇલ છે. પહેલા પણ રિપોર્ટ્સ આવ્યા હતા કે તેમમે બીસીસીઆઈને સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા પર તેનો કંટ્રોલ રહેશે. તેવામાં ગંભીરના હેડ કોચ બનવાથી કેટલાક ખેલાડીઓનું ભાગ્ય ચમકી શકે છે. અમે તમને એવા પાંચ નામ જણાવીએ.

કોલકત્તા નાઇટ રાઇડર્સના ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઝિમ્બાબ્વેના પ્રવાસ પર રિપ્લેસમેન્ટના રૂપમાં તક મળી હતી. ગંભીરના હેડ કોચ બન્યા બાદ દિલ્હીનો રાણા ટીમ ઈન્ડિયામાં નિયમિત જોવા મળી શકે છે.   

2021માં શ્રીલંકાના પ્રવાસ પર નીતીશ રાણાએ ભારત માટે પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તેને ક્યારેય રમવાની તક મળી નથી. રાણા ગંભીરની ખૂબ નજીક છે. આવનાર સમયમાં તેને ટીમ ઈન્ડિયામાં ફરી તક મળી શકે છે. 

ગૌતમ ગંભીરના મેન્ટોર રહેતા મયંક યાદવ લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો હતો. મયંકે આઈપીએલ 2024માં સતત 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી હતી. ગંભીરના હેડ કોચ બન્યા બાદ જલ્દી તેની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ શકે છે. 

શ્રેયસ અય્યરે વિશ્વકપ 2024માં કમાલનું પ્રદર્શન કર્યું હતું. પરંતુ છેલ્લા 4-5 મહિના તેના માટે બરાબર રહ્યાં નથી. તેને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે ટીમમાંથી પણ ડ્રોપ થઈ ગયો છે. પરંતુ ગંભીરની એન્ટ્રી બાદ અય્યરનું ભાગ્ય ચમકી શકે છે. 

ગૌતમ ગંભીરે નવદીપ સૈનીના કરિયરમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે. દિલ્હીની ટીમમાં સૈનીને લાવવા માટે ગંભીર અધિકારીઓ સાથે વિવાદમાં ઉતરી ગયો હતો. સૈની ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે, પરંતુ લાંબા સમયથી બહાર છે. ગંભીરના આવ્યા બાદ તેના કરિયરને સંજીવની મળી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link