52 વર્ષે જોવા મળ્યો અત્યંત ગ્લેમરસ લૂક, અભિનેત્રીએ મીની ડ્રેસમાં મચાવી ધમાલ, Photos

Mon, 15 Apr 2024-9:45 pm,

મંદિરા બેદી આજે એટલે કે 15 એપ્રિલ 2024ના રોજ પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. ગત સાંજે અભિનેત્રી અને ટીવી પ્રેઝન્ટેટર મંદિરા બેદી મિત્રો સાથે પાર્ટી માટે મુંબઈની એક રેસ્ટોરન્ટ પહોંચી હતી. અહીં મંદિરા બેદીનો એકદમ  ગ્લેમરસ અવતાર જોવા મળ્યો. મંદિરા બેદીએ ગ્રે કલરના મીની ડ્રેસમાં પોતાનો સ્ટાઈલિશ અવતાર ખુબ ફ્લોન્ટ  કર્યો. 

મંદિરા બેદીએ ગ્રે કલરના સ્ટાઈલિશ મીની ડ્રેસ સાથે રેડ કલરના હાઈ હિલ્સ પહેર્યા હતા. આ સાથે જ બ્રાઉન શેડ મેકઅપથી લૂક કમ્પલિટ કર્યો હતો. મંદિરા બેદીનો 52 વર્ષે પણ આટલો ગ્લેમરસ અવતાર નેટીઝન્સને ખુબ પસંદ પડી રહ્યો છે. 

ગત સાંજે અભિનેત્રી મૌની રોય પણ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી. મૌનીએ બ્લેક કલરનું લોંગ ફ્રોક પહેર્યું હતું. બ્લેક ડ્રેસ સાથે બ્લેક બૂટ પહેર્યા હતા. પોતાનો લૂક ડાર્ક આઈમેકઅપ અને લાઈટ લિપશેડ સાથે પૂરો કર્યો હતો. 

ધમાલ અને ડબલ ધમાલ જેવી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકેલો આશીષ ચૌધરી પણ પત્ની શમિતા સાથે જોવા મળ્યો.

અભિનેતા રાજકુમાર રાવ, પત્ની પત્રલેખા અને ફિલ્મ મેકર ફરાહ ખાન ગઈ કાલે સાંજે ગૌરી ખાનના રેસ્ટોરન્ટ ટોરીની બહાર જોવા મળ્યા. અભિનેતાએ ઓવરસાઈઝ બીજ કલરની ટીશર્ટ પહેરી હતી. જ્યારે પત્રલેખાએ પિંક કલરનું ટોપ અને  બ્લેક ટ્રાઉઝર્સ પહેર્યા હતા. ફરાહ ખાને ઓરેન્જ ટોપ અને બ્લ્યૂ ડેનિમ પહેર્યું હતું.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link