લોંચ થયો 5G મોબાઇલ Moto Z3, જાણો તેના ફિચર્સ

Tue, 07 Aug 2018-4:11 pm,

મોટોરોલાનો મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન Moto Z3ને કંપનીએ શિકાગો હેડક્વાર્ટરમાં ગુરૂવારે લોંચ કરવામાં આવ્યો. આ ફોન જૂનમાં લોંચ થયેલા Moto Z3 Play નું એડવાંસ વર્જન છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત છે કે તે 5Gને સપોર્ટ કરે છે. આ વર્ષે કંપનીએ Moto Z3 અને Moto Z3 Playને લોંચ કર્યા છે. સાથે જ એમપણ કહેવામાં આવ્યું છે કે હવે નવો ફોન 2018માં લોંચ કરવામાં આવશે.

શિકાગોમાં આ ફોનને 480 ડોલરમાં લોંચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ 16 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય બજારમાં આ ફોન ક્યારે આવશે. તેને લઇને હજુ સુધી કોઇ જાણકારી નથી.

પ્રોસેસર - Moto Z3 એંડ્રોઇડ 8.1 ઓરિયો પર કામ કરે છે. આ ફોનની સ્ક્રીન 6 ઇંચની ફૂલ એચડી છે, જેનું રિઝોલ્યૂશન 1080x2160 મેગાપિક્સલ છે. સાથે જ આ એમોલેડ ડિસ્પ્લેની સાથે આવે છે.

સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 835 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને ગત વર્ષે જાન્યુઆરીમાં લોંચ કર્યો હતો. (ફોટો સાભાર સોશિયલ મીડિયા)

કેમેરા - આ ફોનમાં ડુઅલ કેમેરા રિયર સેટ અપ છે. રિયર કેમેરાનું પ્રાઇમરી સેંસર 12 મેગાપિક્સલ છે જેમાં મોનોક્રોમ આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સલનો છે. ફ્રંટ કેમેરાથી યૂજર ફેસ અનલોક ફીચરનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. ફોનની બેટરી 3000mAh ની છે. ફોનનો વજન 156 ગ્રામ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link