ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો બિંદાસ આ દેશોમાં પણ ચલાવી શકો છો ગાડી, નહી પકડે પોલીસ
મોરિશસમાં 4 અઠવાડિયા સુધી ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ વેલિડ હોય છે. એવામાં જો તમારી ડીએલ છે તો અઠવાડિયાઓ સુધી તમે સમુદ્ર કિનારી ગાડી લઇને ફરવાની મજા માણી શકો છો.
સ્પેનમાં પણ તમે ડ્રાઇવિંગની મજા લેવા માટે ઇન્ડીયન ડીએલનૂ ઉપયોગ કરી શકો છો પરંતુ રોડ ટ્રિપની મજા માણવા માટે તમારે પહેલાં અહીં રહેવાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
સ્વીડનમાં પણ ઇન્ડીયન ડ્રાવિંગ લાઇસન્સ માન્ય છે. એવામાં અહીં તમે જંગલોથી માંડીને સુંદર આઇલેન્ડ અને આ દેશની સુંદરતાને સરળતાથી એક્સપ્લોર કરી શકો છો. પરંતુ તમારું લાઇસન્સ સ્વીડિશ, અંગ્રેજી, ફ્રેંચ, જર્મન અથવા નોર્વેજિયનમાંથી કોઇપણ એક ભાષામાં હોવું જોઇએ.
સ્વિત્ઝરલેન્ડના સુંદર નજારાની મજા માણે છે તો અહીં રોડ ટ્રિપ જરૂર કરો. જો તમારી પાસે ઇન્ડીયન ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો એક વર્ષ સુધી અહીં આઝાદ પરિંદેની માફક ઉડી શકે છે. અહીં સુધી કે જો તમારી પાસે લાઇસન્સની અંગ્રેજી કોપી પણ છે, તો તમે કાર રેન્ટ કરીને પુરી સ્વિત્ઝરલેન્ડ ફરી શકો છો.
જો તમે અમેરિકા જઇ રહ્યા છે તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી સાથે જરૂર રાખો. કારણ કે તેનાથી તમે ગાડી રેન્ટ પર લઇને સ્મૂથ રોડ પર ફરવાની મજા લઇ શકો છો. જોકે તેની સાથે તમારે 1-94 ફોર્મ પોતાની સાથે રાખવું પડશે.
સિંગાપુરની ઉંચી-ઉંચી ઇમારતોની વચ્ચે પહોડા રસ્તા પર ગાડી ચલાવવાની મજા તમે ઇન્ડીયન ડ્રાઇવિંગ લાઇસન્સ પર ઉઠાવી શકે છે. સિંગાપુરમાં ગાડી ચલાવવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવું જોઇએ.