1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે આ 7 નિયમો, જો તમે શેર માર્કેટમાં રોકાણ કરતા હોવ તો જાણી લેજો

Sun, 29 Sep 2024-3:38 pm,

1 ઓક્ટોબર 2024થી ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) પર નવા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STT ના દરો લાગૂ થશે. ઓપ્શનના વેચાણ પર STT 0.0625% થી વધી 0.1%  થશે. ફ્યૂચરના વેચાણ પર  STT 0.0125% થી વધી  0.02% થશે.

બાયબેક પર ટેક્સના નવા નિયમો પહેલી ઓક્ટોબરથી લાગુ થશે. શેરધારકોને બાયબેકમાં ટેન્ડર કરાયેલા શેર પર ટેક્સ લાગશે.

એક ઓક્ટોબરથી બોનસ શેર ક્રેડિટ પર નવો નિયમ લાગૂ થશે. બોનસ શેર જલ્દી ક્રેડિટ થશે અને તેમાં ટ્રેડિંગ શરૂ થશે. રેકોર્ડ ડેટના 2 દિવસ બાદ બોનસ શેરમાં ટ્રેડિંગ શરૂ થઈ જશે. બોનસ શેર ક્રેડિટ પર નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ થશે.

આગામી મહિનાની શરૂઆતથી ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)અને બીજા પબ્લિક ઈશ્યૂ લાવનારી કંપનીઓની મહત્વની જાણકારી ઓડિયો વિઝ્યુલમાં જરૂરી હશે. 10 મિનિટનો ઓડિયો વીડિયો, ડિજિટલ, સોશિયલ મીડિયા પર આપવો પડશે.

તો 1 ઓક્ટોબર 2024થી ફ્લોટિંગ રેટ બોન્ડ (Floating Rate Bonds) સહિત સ્પેસિફાઇડ કેન્દ્ર અને રાજ્ય સરકારના બોન્ડ પર 10 ટકા ટીડીએસ કપાશે.

દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જો BSE એ રોકડ અને F&O ડીલ્સ માટે તેમના ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં ફેરફાર કર્યા છે. BSE એ ઇક્વિટી F&O સેગમેન્ટમાં સેન્સેક્સ અને બેન્કેક્સ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ માટેના ટ્રાન્ઝેક્શન ટેક્સમાં સુધારો કરીને રૂ. 3,250 પ્રતિ કરોડ પ્રીમિયમ ટ્રેડેડ કર્યો છે. જ્યારે સેન્સેક્સ ફિફ્ટી અને સ્ટોક ઓપ્શન્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ પ્રત્યેક રૂ. 1 કરોડના પ્રીમિયમ ટર્નઓવર મૂલ્ય માટે રૂ. 500 છે.

તે જ સમયે, NSEએ 1 ઓક્ટોબરથી વિવિધ સેગમેન્ટ્સ માટે ટ્રાન્ઝેક્શન ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે. રોકડમાં રૂ. 1 લાખના વેપાર મૂલ્ય પર, રૂ. 1 લાખના દરેક વેપાર મૂલ્ય માટે બંને બાજુથી રૂ. 2.97નો ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, ઇક્વિટી ફ્યુચર્સમાં રૂ. 1 લાખના વેપાર મૂલ્ય પર, બંને બાજુએ પ્રતિ લાખ વેપાર મૂલ્ય દીઠ રૂ. 1.73 ચાર્જ થશે. જ્યારે ઇક્વિટી વિકલ્પોમાં 1 લાખ રૂપિયાના પ્રીમિયમ મૂલ્ય પર પ્રતિ લાખ રૂપિયા 35.03નો ચાર્જ વસૂલવામાં આવશે. આ સાથે, કરન્સી ફ્યુચર્સ પર રૂ. 1 લાખના વેપાર મૂલ્ય પર બંને બાજુથી 0.35 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link