ભારતના આ 7 સ્ટાર ક્રિકેટર જેઓ સરકારી નોકરીમાં કરે છે ટોપ પોઝિશન હોલ્ડ
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન એમ.એસ. ધોની નાનપણથી જ સેનામાં જવા ઇચ્છતા હતા અને ભારતીય ટીમને ઉંચાઈ પર લઈ ગયા બાદ ધોનીનું આ સ્વપ્ન પૂર્ણ થયું હતું. 2015માં ધોનીની ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. માહી મોટે ભાગે પોતાનો ખાલી સમય ભારતીય સેનાના યુવાનો સાથે વિતાવે છે.
ભારતીય ટીમના સૌથી આદર્શ ક્રિકેટરોમાં સચિન તેંડુલકરનું નામ પહેલા આવે છે. સચિને તેની સફળતા માટે ભારતીય વાયુસેનાની તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2010માં સચિનને ભારતીય વાયુ સેનાનો ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
ટીમ ઇન્ડિયાના સૌથી સફળ સ્પિન બોલરોમાં હરભજનનું નામ પ્રથમ આવે છે. આ ખેલાડીએ ટેસ્ટમાં 700થી વધુ વિકેટ લીધી છે અને આ યોગદાન માટે તેને પંજાબ પોલીસમાં ડીએસપી બનાવવામાં આવ્યો છે.
કપિલ દેવ ભારતે પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન હતા. આ ઓલરાઉન્ડરના યોગદાનને કારણે, તેમને વર્ષ 2008માં ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો મળ્યો હતો. આ સિવાય, 2019 માં કપિલ દેવની હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક પણ થઈ હતી.
બોલિંગમાં પોતાની સ્પીડને કારણે ઉમેશ યાદવે ટીમ ઇન્ડિયાને ઘણી વખત જીત અપવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે, નાનપણથી જ આ સ્ટાર પેસર પોલીસ અને સૈન્યમાં નોકરી કરવા ઇચ્છતો હતો, પરંતુ આ બન્યું નહીં. તેનું સ્વપ્ન 2017ની આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે પૂર્ણ થયું અને ક્રિકેટમાં ફાળો આપવા બદલ તેને ભારતીય રિઝર્વ બેંકમાં સહાયક મેનેજરનું પદ આપવામાં આવ્યું હતું.
2007ના ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં પાકિસ્તાન સામેની મેચમાં જોગિન્દર શર્માએ ભારતીય ટીમ માટે છેલ્લી ઓવર કરી હતી અને ટીમને જીત અપાવી હતી. જો કે, તે વધુ સમય સુધી ટીમનો ભાગ ન રહ્યો અને તે બહાર થઈ ગયો. પરંતુ હવે જોગિન્દર હરિયાણા પોલીસમાં ડીસીપી તરીકે કાર્યરત છે.
ખૂબ ટૂંકા સમયમાં યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યાની પુષ્ટિ કરી છે. આ સ્પિનર લિમિટેડ ઓવર્સમાં ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ છે અને તેના સ્પિનના જાદુથી યુઝવેન્દ્રએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ ઉપરાંત ચહલ 'ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ'માં ઈન્સ્પેક્ટરના પદ પર તૈનાત છે.