આ તસવીરોમાં રહેલા દ્રશ્યો તમારું હૃદય વલોવી નાંખશે! જાણો ઓવર ટેકના ચક્કરમાં થયો ગુજરાતમાં મોટો અકસ્માત
આ ઘટનામાં મળેલી પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટથી સુરત જઈ રહેલા 3 મુસાફરોના મોત થયા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદના તારાપુર ધર્મજ હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ જઈ રહ્યા હતા, જ્યાં ઓવરટેક કરવા જતાં ગોઝારો અક્સ્માત સર્જાયો છે. જેમાં રાજકોટથી સુરત જઈ રહેલા રાજકોટના ત્રણ મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની માહિતી મળતાં જ પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ ઘટનામાં ભોગ બનેલા લોકોના નામ નીચે મુજબ છે. મૃતક ધ્રુવ રૂડાણી -ઉ.વ. 32, મૃતક મનસુખભાઈ કોરાટ- ઉ.વ. 67, મૃતક કલ્પેશ જીયાણી -ઉ.વ. 39 છે.