પાકિસ્તાની આ વ્યક્તિ જે યૂક્રેન જઈને બની ગયો બિઝનેસ ટાઈકૂન, જાણો કોણ છે ઝહૂર

Sat, 26 Feb 2022-6:17 pm,

ઓગસ્ટ 1955માં પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા 66 વર્ષીય મોહમ્મદ ઝહૂર દિગ્ગજ સ્ટીપ કંપની ISTIL ગ્રૂપના સંસ્થાપક અને માલિક છે. તેમણે વર્ષ 2009માં લગભગ 75 અરબ રૂપિયામાં કંપનીના કેટલાંક ભાગને વેચ્યો હતો.

મોહમ્મદ ઝહૂર માટે પાકિસ્તાનથી આવીને યૂક્રેનમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો અને પછી દુનિયામાં છવાઈ જવું કોઈ સરળ કામ ન હતું. 1974માં કરાચીમાં એન્જિનિયરીંગના અભ્યાસ દરમિયાન મોહમ્મદ ઝહૂરને સ્કોલરશિપ મળી હતી. તેના પછી તે સોવિયત યૂક્રેન પહોંચ્યા હતા. જે સમયે તે પાકિસ્તાનમાંથી નીકળ્યા, તેમના માતા-પિતા મક્કા ગયા હતા. જેના કારણે તે માતા-પિતાને બતાવ્યા વિના જ યૂક્રેન ચાલ્યા ગયા હતા. બંને ડોનેટસ્કમાં એન્જિનિયરીંગ અને સ્ટીલ-મેકિંગનો અભ્યાસ કર્યો અને 1980માં પીએચડી કર્યા પછી પાકિસ્તાન સ્ટીલમાં કામ કરવા માટે પાછા દેશમાં આવી ગયા. 1987માં તે પાછા મોસ્કો પહોંચ્યા અને એક થાઈ સ્ટીલ નિર્માતાની સાથે ભાગીદારી કરી. પોલિટિકોની એક રિપોર્ટ પ્રમાણે રશિયાના સ્ટીલને વિદેશમાં વેચીને ઝહૂર અને તેમના સાથીઓએ શરૂઆતમાં જ કરોડો કમાઈ લીધા હતા.

1996માં મોહમ્મદ ઝહૂરે ડોનેટસ્ક સ્ટીલ મિલ ખરીદી લીધી. ક્યારેક તેમણે અહીંયા એક વિદ્યાર્થીના રૂપમાં અભ્યાસ કર્યો હતો. આ મિલને ઝહૂરે અત્યાધુનિક સ્ટીલ મિલમાં બદલી નાંખી. જોકે વિદેશમાં પોતાનો બિઝનેસ શરૂ કરતાં જ તમામ વિરોધોનો સામનો કરવો પડ્યો. પરંતુ તે ઝૂક્યા નહીં. પછી તેમણે અમેરિકા, બ્રિટન, દુબઈ સહિત અલગ-અલગ દેશોમાં બીજી સ્ટીલ મિલ ખરીદી. 2008-2009માં ઝહૂરે ડોનેટસ્ક સ્ટીલ મિલને એક રશિયનને વેચી દીધી. જેની કિંમત લગભગ 1 બિલિયન ડોલર માનવામાં આવતી હતી.

2009 દરમિયાન ઝહૂરે લગભગ 200 કરોડમાં એક આલિશાન હોટલ ખરીદી. પછી મોટી રકમ આપીને યૂક્રેનના સૌથી જૂના અંગ્ર્રેજી વર્તમાનપત્ર કીવ પોસ્ટને ખરીદી લીધું. જોકે પછી તેને વેચી પણ દીધું.

ઝહૂર પોતાને યૂક્રેની કહેવાનું પસંદ કરે છે. એકવાર તેમણે કહ્યું હતું કે રશિયા-યૂક્રેન વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવી શકે છે. વ્યક્તિગત જીવનની વાત કરીએ તો 2003માં તેમણે યૂક્રેનની સિંગર કમાલિયા સાથે લગ્ન કર્યા. પહેલી મુલાકાતના થોડાક દિવસ પછી બંનેને પ્રેમ થઈ ગયો હતો. ઝહૂર તેને દુબઈ અને પછી પાકિસ્તાનમાં ફરવા માટે લઈ ગયા. ત્યાં તેમણે કમાલિયા માટે એક લાલ સાડી ખરીદી અને કહ્યું કે આપણે એક મિત્રના લગ્નમાં જઈ રહ્યા છીએ. આ દરમિયાન ઝહૂરે કમાલિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને બંનેએ લગ્ન કરી લીધા.

ઝહૂરની પત્ની કમાલિયા 2008માં મિસેઝ વર્લ્ડ રહી ચૂકી છે. તે આજે માત્ર યૂક્રેનમાં નહીં પરંતુ યૂરોપના અનેક દેશોમાં જાણીતી પોપ સિંગરના રૂપમાં જાણીતી છે. ઝહૂરનો બિઝનેસ અનેક દેશોમાં ફેલાયેલો છે. અરબપતિ ઝહૂર અને કમાલિયાએ જરૂરિયાતમંદ બાળકોની મદદ માટે એક ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. તેના દ્વારા તે દેશ-દુનિયામાં જરૂરિયાતમંદોની મદદ માટે ધનનું દાન પણ કરે છે અને એકત્ર પણ કરે છે. બંનેના ચાર બાળકો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link