એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે સુપરસ્ટારે કર્યા હતા ગુપચૂપ લગ્ન, 16 વર્ષ બાદ થઇ ગયા છૂટાછેડા, પહૈચાન કોન?
આમ તો તમે બોલીવુડમાં ઘણા સુપરહિટ લવસ્ટોરીઝ સાંભળી હશે. કેટલાક એવા કપલ જે એકબીજાના થઇ ગયા તો કેટલાક અલગ થઇ ગયા. એવી જ એક જોડી હતી બોલીવુડના સુપરસ્ટારની. જેમને પ્રેમ થયો એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે. તે અને સુપરસ્ટાર એકબીજાના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમને દુનિયાની ચિંતા ન કરી અને ગુપચૂપ લગ્ન કરી લીધા. બંનેને બે બાળકો થયા. પરંતુ 16 વર્ષ પછી આ સંબંધ તૂટી ગયો. શું તમે ઓળખી શક્યા આ કપલ કોણ છે? ચાલો જણાવીએ પુરી કહાની....
આ કહાની બીજા કોઇની નહી પરંતુ આમિર ખાન અને તેમની પ્રથમ પત્ની રીના દત્તાની છે. રીના પિતા એર ઇન્ડીયામાં સીનિયર ઓફિસ હતા. રીના હિંદુ અને આમિર મુસ્લિમ હતા. પરંતુ બંનેના પ્રેમને ધર્મના બંધન નડ્યા નહી.
રીના દત્તાની ઉંમર હતી લગભગ 19 વર્ષ તો આમિરની 21 વર્ષ. બંનેએ ઘરવાળાઓને કહ્યા વિના 'કયામત સે કયામત તક' ની શૂટિંગ દરમિયાન ગૂપચૂપ લગ્ન કરી લીધા હતા.
બંને વચ્ચે લગ્નના લગભગ એક વર્ષ પહેલા અફેર શરૂ થયું હતું. બંને એકબીજાથી એટલા ખુશ હતા કે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ જ્યારે બંને પ્રેમમાં પડ્યા ત્યારે રીના 18 વર્ષની હતી પરંતુ આમિર 20 વર્ષનો હતો.
એવામાં રીના દત્તાએ આમિર ખાને પુખ્ત થવાની રાહ જોઇ. જેવા જ આમિર ખાન 21 વર્ષના થયા તો બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. શરૂઆતમાં તો આમિર અને રીનાના ઘરવાળાથી લગ્નના વાતને છુપાવી રાખી હતી.
જો એક દિવસ રીના દત્તાની બહેને શંકા ગઇ અને પછી ઘરમાં આ વાત બધાને ખબર પડી. જ્યાં એક તરફ આમિર ખાનના પિતાએ તો આ લગ્નને ખુશી ખુશી સ્વિકારી લીધા હતા. પરંતુ રીના દત્તાના પિતા ખૂબ નારાજ થઇ ગયા હતા.
પુત્રીના લગ્ન વિશે સાંભળીને મિસ્ટર દત્તા એટલા શોક્ડ થઇ ગયા કે તેમણે પથારી પકડી લીધી. એવામાં હોસ્પિટલમાં પન તેમને ભરતી કરાવવામાં આવ્યા. આ મુશ્કેલ સમયમાં આમિર ખાને રીના પિતાની ખૂબ સેવા કરી. આ બધુ જોઇ રીના પિતા પણ માની ગયા.