ગુજરાતની આદર્શ શાળા : આચાર્યએ શાળાની 525 એકર જમીનમાં આંબાવાડિયું બનાવ્યું, ભવિષ્યમાં આવકની નહિ રહે ચિંતા
વડોદરા શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર પાદરા તાલુકાના જલાલપુરની ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય રમણભાઈ લીંબચિયા વિદ્યાર્થીઓને કોઈ પણ ભૌતિક સુવિધાઓનો અભાવ ન રહે તે માટે શાળાને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે ગ્રામ સ્વરાજ મંડળના સહયોગથી શાળા પ્રકૃતિનું જતન કરી શકે અને આત્મનિર્ભર બને તે માટે 525 જેટલા કેસર આંબાની કલમો વાવી આવી છે. હરિયાળું આંબાવાડિયું ઊભુ કરવાની સાથે પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. શાળાની આર્થિક સ્થિતિ વિકસાવીને વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ આપી શકાય તે માટે સકારાત્મક પ્રતિભાવ આપી પાદરાની સ્થાનિક ખાનગી કંપનીઓના કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબ્લિટી માટે ભંડોળની સખાવતી ગ્રાન્ટના ઉપયોગ થકી દર વર્ષે રૂપિયા 250 ના એક એવી 100 આંબાની કલમો આપવામાં આવી.
છેલ્લા પાંચ વર્ષથી તે ખાનગી કંપની આ રીતે 100 આંબાની કલમ આપે છે, તે સાથે સિંચાઇ માટે ટપક સિંચાય માટેનો પ્લાન્ટ પણ આપવામાં આવેલ છે. મળેલ કુલ કલમ રોપવામાં આવી અને તેની યોગ્ય માવજત બાદ હાલમાં કુલ 525 જેટલા આંબાનું ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સિંચાઇ માટે ટપક સિંચાય માટેનો પ્લાન્ટ પણ આપવામાં આવેલ છે. મળેલ કુલ કલમ રોપવામાં આવી અને તેની યોગ્ય માવજત બાદ હાલમાં કુલ 525 જેટલા આંબાનું ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આંબાની કલમો સાથે લીલા શાકભાજી તેમજ ફળફળાદીનું પણ વાવેતર કરવામાં આવે છે. ચોળી, વાલોળ, પાપડી અને તુવેર જેવા શાકભાજી તેમજ બોર અને સેતુર જેવા ફળોની પણ ખેતી કરવામાં આવી છે. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવામાં આવે છે અને બજારમાં પણ વેચવામાં આવે છે. આ શાકભાજી અને ફળોના વેચાણમાંથી મળતી રકમનો ઉપયોગ શાળા તથા છાત્રાલયના વિધાર્થીઓની સુવિધા અને સુખાકારી માટે થાય છે.