ગૌતમ અદાણીના આ કામથી વિશ્વમાં વાગશે ગુજરાતનો ડંકો, સાકાર થશે ઉદ્યોગપતિનું સપનું
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાનું એક સપનું પૂરુ કરવા જઈ રહ્યાં છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ બુધવારે કહ્યું કે કંપનીએ ગુજરાતના ખાવડામાં સ્થિત 30,000 મેગાવોટ (30 ગીગાવોટ) ક્ષમતાવાળા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં પ્રથમ 250 મેગાવોટની પવન ઉર્જા ક્ષમતાનું સંચાલન શરૂ કર્યું છે. આ સાથે ખાવડા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટની કુલ ઉર્જા ઉત્પાદન ક્ષમતા2250 મેગાવોટ થઈ ગઈ છે. અદાણી ગ્રીન એનર્જી પાસે ભારતમાં સૌથી મોટો ઓપરેશનલ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો છે, જેનો આકાર 11184 મેગાવોટ છે.
આ સમય દરમિયાન, દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની વતી, એવું કહેવામાં આવ્યું હતું કે ખાવડા ભારતમાં પવન ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. 8 મીટર પ્રતિ સેકન્ડની પવનની ઝડપ તેને પવન ઊર્જા ઉત્પાદન માટે યોગ્ય સ્થળ બનાવે છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં વિશ્વની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી ઓફશોર વિન્ડ ટર્બાઇન છે, દરેકની ક્ષમતા 5.2 મેગાવોટ છે.
5.2 મેગાવોટ ક્ષમતાવાળા આ ટરબાઇનના રોટરનો વ્યાસ 160 મીટર છે અને તેની ઊંચાઈ આશરે 200 મીટર છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બહાબર છે અને વિશ્વમાં સૌથી મોટું છે. ખાવડામાં લાગેલ 5.2 મેગાવોટ વિન્ડ ટરબાઇન બનાવવામાં જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રી લિમિટેડના મુંદ્રા પોર્ટ સ્થિત ફેક્ટરીમાં બનાવવામાં આવ્યું છે.
અદાણી ગ્રીન તરફથી ખાવડાની ઉજ્જડ જમીનને ક્લીન અને સસ્તી ઉર્જાના રૂપમાં બદલી દેવામાં આવી છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સરળતાથી 1.61 કરોડ ઘરોને ઉર્જા આપી શકે છે. ખાવડા સ્થિત વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વૈશ્વિક ડી-કાર્બાનાઇઝેશનમાં પ્રયાસોને વધારે છે. સાથે આ ક્ષેત્રમાં ભારતની પ્રતગિને પણ દર્શાવે છે.
અદાણી ગ્રીન એનર્જી તરફથી નાણાકીય વર્ષ 2029-30 માટે રિન્યુએબલ એનર્જીની ક્ષમતાનો ટાર્ગેટ 45 ગીગાવોટથી વધારી 50 ગીગાવોટ કરી દેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2024માં અદાણી ગ્રીન એનર્જીએ 2.8 ગીગાવોટની નવી રિન્યુએબલ એનર્જી ક્ષમતા જોડી છે, જે દેશમાં આ સમયમાં જોડવામાં આવેલી રિન્યુએબલ ક્ષમતાના 15 ટકા છે.