સોશિયલ મીડિયાની તાકાત.. ગ્રાહકોની મંદીથી પાઈ પાઈ માટે તરસી ગયેલા વૃદ્ધની દુકાને ઉમટી પડ્યા લોકો

Thu, 08 Oct 2020-3:46 pm,

વીડિયોમાં એક વૃદ્ધ દંપત્તિ જોવા મળ્યા. ઢાબામાં ગ્રાહકો ન આવતા હોવાથી દંપત્તિની હાલત ખુબ કફોડી થઈ ગઈ હતી અને વૃદ્ધ બાબા રડવા લાગ્યા હતા. તેમની આ નાનકડી દુકાન કોરોનાકાળમાં જરાય ન ચાલતા તેમને ખુબ મુશ્કેલી પડતી હતી. 

આ ઢાબા તેમની આવકનું એકમાત્ર સાધન છે. આવા સંજોગોમાં વૃદ્ધ દંપત્તિના છલકાતા આંસૂ જોઈને સોશિયલ મીડિયા પર પૂર આવી ગયું.

સામાન્ય માણસથી લઈને મોટી મોટી બોલિવૂડ અને રાજકીય હસ્તીઓ આ બાબાની મદદ માટે આગળ આવી રહી છે. સોશિયલ મીડિયામાં બાબા કા ઢાબા ગણતરીના સમયમાં પ્રચલિત થઈ ગયો અને ટ્વીટર પર #BabaKaDhaba ટોપ ટ્રેન્ડમાં સામેલ થયો. 

આ વીડિયો સૌપ્રથમ વસુંધરા તનખા શર્માએ શેર કર્યો હતો અને ત્યારબાદ અનેક બોલીવુડ હસ્તીઓ, ક્રિકેટરો, નેટિઝન્સ, રાજકીય હસ્તીઓ મદદ માટે આગળ આવી છે. 

સોશિયલ મીડિયા પર વીડિયો ટ્રેન્ડ થતાની સાથે જ બાબાના ઢાબાની બહાર લાઈન લાગવા લાગી.

પોક મૂકીને રડતા બાબા ખુશખુશાલ જોવા મળ્યા. લોકોએ તેમના ઢાબા બહાર લાંબી લાઈનો લગાવી દીધી. 

આમ આદમી પાર્ટીના માલવિય નગરના ધારાસભ્ય સોમનાથ ભારતી પોતે બાબા કા ઢાબાની મુલાકાતે ગયા અને વૃદ્ધ દંપત્તિને મદદ માટે આશ્વાસન આપ્યું. 

રવિના ટંડન, રણદીપ હૂડા, સ્વરા ભાસ્કર, નીમ્રત કૌર, ગૌવર વાસન, રવિચન્દ્રન અશ્વિન, સોનમ કપૂર, સુનિલ શેટ્ટી, અથૈયા શેટ્ટીએ બાબાને મદદ માટે રજુઆત કરી. 

 સોનમ કપૂરે તો મદદ માટે આ બાબાની ડિટેલ્સ પણ માંગી. આ જોતા એમ લાગે કે ઈન્ટરનેટ એટલું પણ ખરાબ નથી જેટલું સમજીએ છીએ....

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link