અમદાવાદના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં લાગી આગ, 100 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા
અમદાવાદના બોપાલમાં આવેલા સ્કાય જમ્પ ટ્રેમ્પોલીન પાર્કમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ચાર કલાકની મહેનત બાદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો ગયો. એકાએક લાગેલી આગને પગલે ફાયરની 26 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી હતી. આખરે ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
ગેમીંગ ઝોનમાં આગ લગતા સમયે કોઈ ન હોવાથી દુર્ઘટના ઘટી ન હતી. આગ લગતા ધુમાડો કાઢવા ફાયર વિભાગે કાચ તોડવાની ફરજ પડી હતી. ટ્રેમ્પોલિન પાર્કમાં આગ લાગે તો ધુમાડો નીકળવાનો કોઈ વિકલ્પ જ ન હતો. તેથી પ્રીમાયસીસના બાંધકામને લઇ કરાયેલી વ્યવસ્થા ઉપર સવાલો પેદા થાય છે. પ્રિમાયસીસમાં થિયેટર હોવાથી લોકોની ત્યાં હાજરી હતી. ફાયર વિભાગે 100 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. આગ કાબૂ લેવા માટે સ્નોરકેલની મદદ લેવાઇ હતી.
હાલ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવાયો છે. બોપલમાં લાગેલી આગ મામલે સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે. લોકોએ કહ્યું કે, લોકોને આવી ઘટના સામે સાવચેતી લેવાની જરૂર છે. આગના કારણે ધુમાડો એટલો વધી ગયો કે શ્વાસ લેવાની તકલીફ પડી હતી. લોકોએ ઘરના બારી દરવાજા બંધ કરવા પડ્યા હતા. ઘટના દિવસે થઇ હોત તો મોટી હોનારત સર્જાઈ હોત. આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતરફી સર્જાઈ હતી. અને મોલમાંથી તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.