Photos: આગ છોડી ગઇ રાખ, તસવીરોમાં જુઓ અમદાવાદની અંકુર સ્કૂલના હાલ

Fri, 09 Apr 2021-1:23 pm,

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. (તમામ ફોટો: અર્પણ કાયદાવાલા)

કોઈ અગમ્ય કારણોસર અંકુર સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. (તમામ ફોટો: અર્પણ કાયદાવાલા)

આ આગમાં મજૂરીકામ કરવા આવેલા ત્રણ મજૂરો ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા સહી સલામત બચાવી લેવાયા હતા. જોકે, આગ કયા કારણોસર લાગી હતી તે હજી જાણવા મળ્યું નથી. (તમામ ફોટો: અર્પણ કાયદાવાલા)

બપોરના પોણા બાર વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, અંકુર સ્કૂલમાં આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. (તમામ ફોટો: અર્પણ કાયદાવાલા)

સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. કોરોનાના કારણે હાલ સ્કૂલો બંધ છે. તેથી વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હતા. પરંતુ અહી મજૂરીકામ કરવા કરવા આવેલા 3 છોકરાઓ સ્કૂલની આગમાં ફસાયા હતા. (તમામ ફોટો: અર્પણ કાયદાવાલા)

આગને પગલે રસ્તો બંધ કરાવી દેવાયો હતો, અને આસપાસના મકાનોને એલર્ટ કરી દેવાયા હતા. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. પરિસ્થિતિ કન્ટ્રોલમાં લેવાઈ હતી. જેના બાદ કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. (તમામ ફોટો: અર્પણ કાયદાવાલા)

આ આગ એટલી ભીષણ હતી કે, સ્કૂલનું તમામ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. આગ એટલી મોટી હતી કે, સુરતની ઘટનાનું પુનરાવર્તન થઈ શકે તેમ હતું. (તમામ ફોટો: અર્પણ કાયદાવાલા)

સદનસીબે કોરોનાકાળ હોવાથી સ્કૂલો બંધ છે. સ્કૂલ ચાલુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, હવે આગ કેવી રીતે લાગી હતી તે અંગે તપાસ કરવામાં આવશે. (તમામ ફોટો: અર્પણ કાયદાવાલા)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link