અમદાવાદના ગર્લ્સ PG ની છોકરીઓની બબાલ પોલીસ સ્ટેશન પહોંચી, સ્થાનિકોએ સોસાયટી બહાર બોર્ડ લગાવ્યા

Mon, 02 Oct 2023-11:54 am,

અમદાવાદમાં ફરી એકવાર પેઈંગ ગેસ્ટ (પીજી) તરીકે રહેતા છોકરા-છોકરીઓને લઈને વિવાદ ઉઠ્યો છે. હાલ અમદાવાદના શિવરંજની વિસ્તારમાં એક સોસાયટીના રહીશો અને પીજીની વિદ્યાર્થીનીઓ વચ્ચેની બબાલ સામે આવી છે. જેના બાદ સોસાયટીની રહીશોએ સોસાયટીમાં પીજી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. 

ટૂંકા વસ્ત્રોને લઇ ને વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ શિવરંજની સોસાયટીમાં ટૂંકા વસ્ત્રોને લઈને પીજીની વિદ્યાર્થીઓ અને સોસાયટીના રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. 

અમદાવાદના સેટેલાઇટમાં આવેલ શિવરંજની સોસાયટીમાં તકરારનો બનાવ સામે આવ્યો છે. આ તકરાર સોસાયટી ના સ્થાનિક અને PG માં રહેતી યુવતી વચ્ચેની છે. સોસાયટીના સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટીમાં PG માં રહેતી યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે અને દુષણ ઉભું કરે છે. ત્યારે PG માં રહેતી યુવતીનું કહેવું છે કે, આ અમે ટૂંકા કપડાં પહેરીએ છીએ, પણ PG માં રહેતી યુવતીઓ માટે સોસાયટી અલગ નિયમ બનાવે છે અને સોસાયટીના સભ્યો માટે અલગ નિયમો છે.

ટૂંકા વસ્ત્રો મુદ્દે સ્થાનિક મહિલાઓ અને PG માં રહેતી યુવતીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. સમગ્ર મામલો સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતી. ત્યારે સેટેલાઇટ પોલીસે બંને પક્ષે સામે સામે અરજીઓ કરતા પોલીસે તપાસ શરુ કરી છે. 

અમદાવાદના પોશ વિસ્તારમાં pg ની પજવણીનો વિવાદ હજી યથાવત છે. શિવરંજની સોસાયટીના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે, સોસાયટીમાં પીજી ના હોવા જોઈએ. સોસાયટીના આક્ષેપ છે કે પીજીના કારણે દૂષણ ઊભા થઈ રહ્યા છે. સોસાયટીમાંથી કોન્ડમ મળવા, દારૂની બોટલ મળવી, વ્યસન કરવા, અલગ અલગ યુવતી અને યુવકોને સોસાયટીની જગ્યામાં કારમાંથી કઢંગી હાલતમાં મળી આવે છે. આ સહિત પીજીમાં મુસ્લિમ પણ રહે છે, ત્યારે આ તમામ દૂષણ વચ્ચે શિવરંજની સોસાયટીના પરિવાર રહી રહ્યાના આક્ષેપ કરાયા છે.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link