ગુજરાતની લાજ કાઢે તેવો રસ્તો, સરકારી બાબુઓની આળસ તો જુઓ, કારને હટાવ્યા વગર રોડ બનાવી દીધો

Thu, 02 Dec 2021-11:46 am,

સામાન્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે તો વચ્ચે આવતા તમામ હર્ડલને હટાવવામાં આવે છે. તેના બાદ રોડ સર્ફેસ કરવામા આવે છે. પરંતુ અમદાવાદના આળસી બાબુઓની હદ આ તસવીરમાં જોવા મળે છે. રોડ સર્ફેસની કામગીરી દરમિયાન રોડ પર પડેલી કારને હટાવવાનું કોન્ટ્રાક્ટરને યાદ ન આવ્યું અને તેની સાઇડમાંથી રોડનું કામ કરી દેવાયું. જેના પરથી તંત્રની બેદરકારી સ્પષ્ટ બહાર આવે છે.

એક તરફ વિકાસના મામલે ગુજરાતને સમગ્ર દેશમાં રોડ મોડલ બનાવાયુ છે. ગુજરાતના વિકાસના બણગા ફૂંકાય છે. ત્યારે આવી તસવીરો ગુજરાતની લાજ કાઢે તેવી છે. અધિકારીઓ જો નાનકડા રસ્તા બનાવવા માટે આટલી બેદરકારી બતાવતા હોય તો, મોટા રોડ બનાવવામાં કેવુ લોલમલોલ ચાલતુ હશે. 

સવાલ એ છે કે, સમગ્ર રોડ બની ગયા બાદ પણ તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. સરકારી બાબુઓને જાણે માત્ર પગારમાં રસ હોય તેમ ખુરશી પર બેસ્યા રહે છે, અને સ્થળ પર જઈને કોન્ટ્રાક્ટર્સ કેવી રીતે કામગીરી કરે છે તેનુ કોઈ નિરીક્ષણ કરવાન તસ્દી સુદ્દા લેતા નથી.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link