Ahmedabad Ni Gufa: એક દિવસની પિકનિક માટે બેસ્ટ ઓપ્શન છે અમદાવાદની ગુફા, મંત્રમુગ્ધ થઈ જશો આ જગ્યા જોઈને

Thu, 11 Jan 2024-1:08 pm,

અમદાવાદની ગુફા એક અદ્ભુત જગ્યા છે જેની મુલાકાત એકવાર તો લેવી જ જોઈએ. અને તેમાં પણ જો તમે અમદાવાદમાં રહો છો અને આ જગ્યા ન જોઈ હોય તો ધૂળ પડી તમારા ફરવાના શોખ પર.. અમદાવાદની ગુફા ભારતની એક માત્ર ભૂગર્ભ આર્ટ ગેલેરી છે. 

આ ગુફા આર્કિટેક્ચર અને કલાનો અદ્ભુત સંગમ છે. અહીંની સુંદરતા અને કલાકૃતિઓ તમારું દિલ જીતી લેશે. આ આર્ટ ગેલેરી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં ભારતના પ્રખ્યાત એમએફ હુસૈનની કૃતિ રાખવામાં આવી છે.  

જમીનની ઉપરથી આ જગ્યા પર નાના-મોટા ગુંબજ જોવા મળે છે અને તેની નીચે ગુફા જેવી રચના છે એક અલગ જ અનુભવ કરાવે છે. આર્ટ ગેલેરીનો આધાર એવા અંદરના સ્તંભ પણ ખૂબ જ અલગ છે જે આખી ગેલેરીને એક અલગ જ લુક આપે છે.

આ સ્તંભો સ્ટોનહેંજ મોનોલિથ આર્ટથી પ્રેરિત છે. જો તમને આર્ટમાં રસ હોય તો એકવાર આ આર્ટ ગેલેરીની મુલાકાત અચૂક લેવી.  આ ગેલેરીમાં એમએફ હુસૈનના ચિત્રો પણ જોવા મળે છે.  

આ ચિત્ર પુરાપાષણ કલાથી પ્રેરિત છે. જેમાં આદિવાસી લેઈટમોટિફને દર્શાવવામાં આવ્યું છે. આ ગુફા સ્થળ, પ્રકાશ, કલાકૃતિ અને વાસ્તુકલાની અલગ જ ઝલક દેખાડે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link