જળયાત્રા Pics : ગંગા પૂજન, જળાભિષેકથી લઈને શું શું બન્યું, જુઓ

Mon, 17 Jun 2019-11:25 am,

શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગંગા પૂજન બાદ 108 કળશમાં જળ ભરવામાં આવ્યા હતા. નિજ મંદિરે આવ્યા બાદ વિધિવત રીતે મહાજળાભિષેક કરવામાં આવ્યું હતું. ભગવાનનું ષોડશોપચાર પૂજન થયા બાદ તેઓ પોતાના મોસાળ સરસપુર પ્રયાણ કર્યા હતા.

સોમનાથ ભૂદરના આરેથી 108 કળશોમાં જળ ભરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગંગાપૂજન પણ કર્યું હતુ. ગંગા પૂજનની આ તક અમૂલ્ય બની રહી હતી. 

ભગવાન જગન્નાથનો જળ અભિષેક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહારાજ્ય મંત્રી પ્રદીપસિંહની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા. 

ભગવાન જગન્નાથ પર પહેલા જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં દહીંથી, કેસરના પાણીથી, ત્યાર બાદ મધથી, બાદમાં ખાંડથી, તેના બાદ ગુલાબ જળથી અને અંતે વિવિધ સુગંધિત દ્રવ્યોથી અભિષેક કરાયો હતો.  

આ પ્રસંગે મંદિરના પટાંગણમાં અનેરુ દ્રશ્ય સર્જાયુ હતુ. એક તરફ શણગાર કરેલા ગજરાજ અને બીજી તરફ 108 કળશ. જેને લઈને સોમનાથ ભૂદરના આરે જળયાત્રા નીકળી હતી. 

આ જળયાત્રામાં 108 કળશની સાથે ગજરાજ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. જળયાત્રામાં 18 ગજરાજ પણ જોડાવાના છે. આ માટે તમામ ગજરાજોને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ જળયાત્રાનું નેતૃત્વ પણ ગજરાજ કરે છે.

જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.  

જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અનેક કરતબગારોએ રસ્તામાં પોતાના કરતબ બતાવીને જળયાત્રામાં જુસ્સો ભર્યો હતો. 

જળયાત્રા બાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જેના માટે સવારથી જ પ્રસાદી બનાવવાની શરૂઆત કરાય છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link