અમદાવાદમાં હવે રોબોટ પિરસશે નાસ્તો-જમવાનું; `રોબોટ કાફે` માં ઓર્ડર પણ લેશે, સર્વ પણ કરશે, જુઓ તસવીરો
વસ્ત્રાપુર ખાતે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત રોબોટીક કાફેની શરૂઆત થઈ છે. જેનું આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કર્યું છે.
જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં આવા કાફે છે. જ્યાં ચા, ફોફી, જ્યુસ, પાણીપુરી, ભેળપુરી રોબોટ સર્વ કરે છે. સેન્ડવીચ, પફ, સમોસા અને મેગી જેવા નાસ્તા પણ રોબોર્ટ સર્વ કરશે.
રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે.
કેફેમાં પ્રવેશતાં જ ટેબલ પર બેસીને કોઈને ઓર્ડર લખવાની જગ્યાએ બાર કોર્ડ સ્કેન કરીને ઓર્ડર આપવાનો રહેશે.
ઓર્ડર આપ્યા બાદ રોબોટ સુધી ઓર્ડર પહોંચશે, ત્યારબાદ કેફેમાં રહેલી વ્યક્તિ ઓર્ડર આપેલી વસ્તુઓ મશીન દ્વારા તૈયાર કરશે, એ બાદ રોબોટ એને સર્વ કરશે.
રોબોટીક ફાફેમાં અલગ-અલગ 4 પ્રકારના રોબોટ મુકાયા છે. જમાં સર્વિંગ રોબોટ, ડાન્સિંગ રોબોટ, મ્યુઝિકલ રોબોટ, તેમજ કમ્યુનિકેશન કરે તેવા રોબોટ તૈયાર કરાયા છે.
આકાશ ગજ્જર સહિત અન્ય 100 જેટલા એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓએ ભેગા મળીને રોબોટીક કાફે તૈયાર કર્યું છે.
આગામી 3 મહિનામાં દેશભરમાં 1 હજાર જેટલા આઉટલેટ શરૂ કરવાનું તેમનો લક્ષ્યાંક છે. રોબોટ અને તમામ સુવિધાઓ માટે એક કાફે પાછળ અંદાજે 50 લાખનો ખર્ચ થયો છે.