ધક્કા ખાવા છતાં પણ નોકરી ન મળતા એન્જિનિયર ભાઈ-બહેનોએ શરૂ કર્યો ચાનો સ્ટોલ
તમે શાહીબાગથી સુભાષ બ્રિજ તરફ જાઓ ત્યારે તમને વચ્ચે આ ચાની લારી નજરે ચઢશે. અનેક જગ્યાએ રોનક અને તેની બહેન મયુરીએ નોકરી મેળવવા ધક્કા ખાધા હતા. ત્યાર બાદ તેઓએ આત્મનિર્ભર બનવાનો નિર્ણય લીધો હતો. બંનેએ ચાની લારીથી પોતાના કરિયરની શરૂઆત કરી. મહત્વની એ છે કે, તેમના પિતા પણ કલાપીનગર પાસે ચાની કીટલી ધરાવે છે. બહેન મયુરીએ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. નોકરી માટે રખડ્યા છતા પણ કંઈ હાથે ન લાગતા આખરે તેઓએ પેતાના પગલે રોજગારી મેળવવાનું નક્કી કર્યું.
આ વિશે રોનકે જણાવ્યું કે, આપણા દેશમાં ચા પીવા માટેનો કોઈપણ સમય મર્યાદિત નથી. લોકોને ગમે ત્યારે ચાની તલબ લાગતી હોય છે, જેથી તેણે સોમવારથી ચાની કીટલી શરૂ કરી છે, તેનું નામ " એન્જિનિયરની ચા " નામ રાખ્યું છે. આજે હું આ વ્યવસાય શરૂ કરીને ખુશ છું. મારો સ્ટોલ બીજા કરતા અલગ છે. કારણ કે અમે અમારા ગ્રાહકોને ચા સાથે બિસ્કિટ પણ આપે છે.